Snap Inc. સેવાની શરતો
(જો તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહો છો)
15 નવેમ્બર, 2021
સ્વાગત છે!
અમે આ સેવાની શરતો (જેને અમે “શરતો” કહીએ છીએ) ને ઘડી છે, જેથી વપરાશકર્તા તરીકે તમને જાણ થશે કે આપણી વચ્ચેના સંબંધોનું નિયમન કેવી રીતે થશે. શરતોમાં કાનૂની ભાષાનો ઉપયોગ ઓછો કરવાનો અમે સંપૂર્ણ પ્રયાસ કર્યો છે, છતાં એવી જગ્યાઓ છે કે જ્યાં આ શરતો હજી પણ પરંપરાગત કરારન જેવી જણાય શકે છે. તેના માટે એક સારું કારણ છે: આ શરતો તમારા અને Snap Inc (“Snap”). વચ્ચે કાયદેસર રીતે બંધનકર્તા કરાર બનાવે છે. તેથી કૃપા કરીને તેમને કાળજીપૂર્વક વાંચો.
Snapchat, Bitmoji અથવા અમારા કોઈપણ અન્ય ઉત્પાદનો અથવા સેવાઓનો ઉપયોગ આ શરતો સાથે જોડાયેલો છે (જેને અમેે સામૂહિક રીતે "સેવાઓ" તરીકે ઓળખીએ છીએ), તમે આ શરતો સાથે સહમત થાવ છો. અલબત્ત, જો તમે તેમની સાથે સંમત ન હોવ, તો સેવાઓનો ઉપયોગ કરશો નહિ.
જો તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા હો અથવા તો તમારા વેપારનું મુખ્યસ્થળ યુનાઇટેડ સ્ટેટ્સમાં હોય તો આ શરતો તમારી ઉપર લાગુ પડે છે. જો તમે યુનાઇટેડ સ્ટેટ્સની બહાર રહેતા હો અથવા જો તમારું વેપારનું મુખ્યસ્થળ યુનાઇટે સ્ટેટ્સની બહાર હોય તો, Snap ગ્રુપ લિમિટેડ તમને સેવાઓ આપે છે અને તમારા સંબંધોનું નિયમન Snap ગ્રુપ લિમિટેડ સેવાની સેવાની શરતો મુજબ થાય છે.
લવાદ સૂચના: આઆ શરતો એક લવાદ કલમનો સમાવેશ કરે છે થોડું પછી. લવાદની જોગવાઈ હેઠળ ઉલ્લેખ કરાયેલા અમુક પ્રકારના અમુક વિવાદો સિવાય, તમે અને SNAP સંમત થાવ છો કે આપણી વચ્ચેના વિવાદોને ફરજિયાત બંધનકર્તા લવાદ દ્વારા ઉકેલવામાં આવશે અને તમે તથા SNAP વર્ગ-કાર્ય દાવા અથવા વર્ગ-વ્યાપક લવાદનો અધિકાર જતો કરો છો. લવાદની શરતમાં જણાવ્યા પ્રમાણે, લવાદમાંથી ખસવાનો અધિકાર તમને મળેલો છે.
1. આ સેવાઓનો ઉપયોગ કોણ કરી શકે
13 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણને અકાઉન્ટ બનાવવાની અથવા સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. જો તમારી ઉંમર 18 વર્ષ કરતાં ઓછી હોય, તો તમે માતા-પિતા કે વાલીઓની આગોતરી મંજૂરી સાથે આ સેવાઓનો ઉપયોગ કરી શકો છો. કૃપા કરીને એ વાતની ખાતરી કરો કે સેવાઓના વપરાશ પહેલાં તમારા માતા-પિતા અથવા વાલીએ આ શરતો વાંચી છે અને તમારી સાથે તેની ચર્ચા કરી છે. અમે વધારાની શરતો સાથે અતિરિક્ત સેવાઓ પ્રદાન કરી શકીએ છીએ જેનો ઉપયોગ કરવા માટે તમારે ઉંમરમાં મોટાં હોવાની જરૂર પડી શકે છે. તેથી કૃપા કરીને બધી શરતો કાળજીપૂર્વક વાંચો. આ સેવાઓના વપરાશ દ્વારા, તમે એવી રજૂઆત કરો છો, ખાતરી આપો છો અને સહમત થાઓ છો કે:
તમે Snap સાથે બાધ્ય કરાર કરી શકો છો;
તમે એવી કોઈ વ્યક્તિ નથી જેને અમેરિકા અથવા અન્ય કોઈ પણ લાગુ પડતા ન્યાયક્ષેત્રના કાયદાઓ હેઠળ સેવાઓનો વપરાશ કરતા અટકાવવામાં આવતા હોય, જેમાં દાખલા તરીકે એ બાબતનો પણ સમાવેશ થાય છે કે તમે યુ.એસ. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના વિશેષ રીતે નિર્દિષ્ટ નાગરિકોની યાદીમાં સામેલ નથી અથવા અન્ય કોઈ સમાન પ્રતિબંધનો સામનો કરી રહ્યા નથી;
તમે દોષિત જાતીય અપરાધી નથી; અને
તમે આ શરતો અને તમામ લાગુ પડતા સ્થાનિક, રાજ્ય સ્તરના, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ, નિયમો અને વિનિયમોનું પાલન કરશો.
જો તમે કોઈ વાણિજ્યક અથવા અન્ય કોઈ સંસ્થા વતી સેવાઓનો ઉપયોગ કરી રહ્યા હો, તો તમે એ વાત રજૂઆત કરો છો કે વાણિજ્યક અથવા અન્ય કોઈ સંસ્થા વતી આ શરતો મુજબ બાધ્ય કરાર કરવા અધિકૃત છો અને વાણિજ્યક અથવા કોઈ સંસ્થા વતી આ શરતો સાથે સહમત છો (અને આ શરતોમાં "તમે" તથા "તમારા" અંતિમ વપરાશકર્તા તરીકે તમને તથા વાણિજ્ય કે અન્ય સંસ્થા સંદર્ભે). જો તમે યુ.એસ. સરકારની એકમ વતી સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમે યુ.એસ. સરકારી વપરાશકર્તાઓ માટે Snap Inc. ની સેવાની શરતોમાં સુધારા માટે સંમત થાઓ છો.
2. અમે તમને આપેલા અધિકારો
તમારી અને અમારી વચ્ચે, Snap (અને તેને લાઇસન્સ આપનાર) આ સેવાઓના માલિક છે, જેમાં તમામ પ્રકારની માલિકી સામગ્રી, માહિતી, ઘટક, સોફ્ટવેર, તસવીરો, લખાણ ગ્રાફિક (જેમાં કોઈ Bitmoji અવતાર, જે અમારા દ્વારા પૂરા પાડવામાં આવેલા દૃશ્ય તત્વોને એકઠા કરીને બનાવવામાં આવ્યા હોય), સચિત્ર, લોગો, પેટન્ટ, ટ્રેડમાર્ક, સેવા ચિહ્નો, કોપીરાઇટ, તસવીરો, ઓડિયો, વીડિયો, સંગીત તથા સેવાનો "દેખાવ અને અનુભૂતિ" તથા અન્ય સંબંધિત બૌદ્ધિક સંપદા અધિકાર. Snap તમને સેવાઓના વપરાશ માટે વિશ્વવ્યાપક, રોયાલ્ટી ફ્રી, નોન-અસાઇનેબલ, નોન-એક્સલૂસિવ, રિવોકેબલ અને નોન-લાઇસન્સેબલ લાઇસન્સની પરવાનગી આપે છે. આ શરતો અને અમારી કૉમ્યુનિટી માર્ગદર્શિકા અને Snapchat પર સાઉન્ડની માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ સેવાઓને માણવા માટેના એકમાત્ર હેતુસર આ લાઇસન્સ આપવામાં આવ્યું છે. આ શરતોમાં અધિકૃત ન હોય તેવી રીતોથી તમે આ સેવાઓનો ઉપયોગ નહિ કરો. અથવા તમે આમ કરવામાં બીજા કોઈની મદદ કરી શકશો નહીં.
3. તમે અમને આપેલા અધિકારો
અમારી ઘણી સેવાઓ તમને કન્ટેન્ટ બનાવવા, અપલોડ કરવા, પોસ્ટ કરવા, મોકલવા, પ્રાપ્ત કરવા અને સંગ્રહ કરવા દે છે. જ્યારે તમે આમ કરો છો, ત્યારે તમે કન્ટેન્ટના પ્રારંભમાં જે માલિકી અધિકાર ધરાવતા હતા, તે અધિકાર જાળવી રાખો છો. પરંતુ તમે તે કન્ટેન્ટનો ઉપયોગ કરવા માટે અમને પરવાનગી આપો. તે પરવાનો કેટલું વ્યાપક છે એ તમે કઈ સેવાઓનો ઉપયોગ કરો છો અને તમે પસંદ કરેલા સેટિંગ પર આધાર રાખે છે.
તમે સેવાઓ માટે જે કોઈ કન્ટેન્ટ આપો છો, તેના માટે Snap તથા અમારા સહયોગીઓને વિશ્વવ્યાપી, હકસાઈ-મુક્ત, ગૌણ-પરવાનગી આપી શકાય તેવા, તબદીલીને પાત્ર, કન્ટેન્ટને યજમાની માટેની સ્થાનાંતરણ પરવાનગી, સંગ્રહ, કૅશ, વપરાશ, દેખાડવાના, પુનઃઉત્પાદિત કરવાના, સુધાર કરવાના, ફેરફાર કરવાના, સંપાદિત કરવાના, પ્રકાશિત કરવાના, વિશ્લેષણ કરવાના, પ્રસારિત કરવાના તથા વિતરીત કરવાના અધિકાર આપો છો. આ પરવાનગી સેવાઓના સંચાલન, વિકાસ, પ્રદાન, પ્રોત્સાહન અને સુધારણા અને સંશોધન અને નવીન વિકાસના મર્યાદિત હેતુ માટે છે. આ પરવાનગીમાં તમારી કન્ટેન્ટ અમારી સાથે કરારબદ્ધ સંબંધ ધરાવનારા સેવા પ્રદાતાઓને ઉપલબ્ધ કરાવવાની કે તેમના સુધી પહોંચાડવાનો અધિકાર પણ સમાવિષ્ટ છે, જે માત્ર અને માત્ર સેવા આપવા પૂરતો મર્યાદિત હશે.
સબમિટ કરેલ સ્ટોરી જે દરેક જોઈ શકે એવી રીતે સૅટ કરી હોય તેમજ કન્ટેન્ટ જે તમે જાહેર સેવાઓ પર સબમિટ કરો છો, જેમ કે જાહેર પ્રોફાઇલ, Snap નકશા અથવા લેન્સ સ્ટુડિયો અમે તેને "સાર્વજનિક કન્ટેન્ટ" કહીયે છીએ. કારણ કે જાહેર કન્ટેન્ટ સ્વાભાવિક રીતે જાહેર છે, તમે Snap, અમારા સહયોગીઓ, સેવાઓના અન્ય વપરાશકર્તાઓ અને અમારા વ્યાપારી ભાગીદારોને અગાઉના ફકરામાં બિન-જાહેર સામગ્રી માટે તેમજ વિશ્વવ્યાપી, હકસાઈ-મુક્ત તમામ અધિકારો આપો છો, અને અવિરત અધિકાર તથા તમારી જાહેર કન્ટેન્ટ (જેમાં અલગ વીડિયો, તસવીર, સાઉન્ડ રેકર્ડિંગ અથવા સંગીતની ધૂન પણ સામેલ હોય) તેને કોઈપણ સ્વરૂપમાં અને કોઈ અથવા દરેક મીડિયા અથવા અત્યારે પ્રચલિત વિતરણના માધ્યમ કે ભવિષ્યમાં વિકસાવવામાં આવે તેના પરથી તૈયાર કરવામાં આવેલી કન્ટેન્ટનો પ્રચાર કરવાના, પ્રદર્શિત કરવાના, પ્રસારિત કરવાના, સિન્ડિકેટ કરવાના, પુનઃઉત્પાદિત કરવાના વિતરીત કરવાના, સંકલિત કરવાના, તેની ઉપર ગ્રાફિક્સ મૂકવાના કે તેને ઓડિયો ઇફેક્ટ આપવાના અધિકાર આપો છો. જ્યારે તમે કોઈ સાર્વજનિક કન્ટેન્ટ (જેમાં Bitmoji પણ સમાવિષ્ટ છે)નું સર્જન કરો છો, અપલોડ કરો છો, પોસ્ટ કરો કે મોકલો છો, જેમાં તમે દેખાતા હો, કે તમારી સાર્વજનિક કન્ટેન્ટમાં બીજું કોઈ દેખાતું હોય તો નામ, પસંદ અને અવાજનો વપરાશના તમે Snap, અમારા સહયોગીઓ, સેવાઓના અન્ય વપરાશકર્તાઓ, અમારા વાણિજ્યક ભાગીદારોને અમર્યાદિત, વિશ્વવ્યાપી, રૉયાલ્ટી મુક્ત અને અને પાછા ન ખેંચી શકાય અને અવિરત વેપારી તથા બિન-વેપારી અધિકાર આપો છો. આનો અર્થ છે, અન્ય બાબતોમાં, તમે તમારી કન્ટેન્ટ, વીડિયો, તસવીરો, સાઉન્ડ રેકોર્ડિંગ, સંગીતની ધૂનો, નામ, પસંદગી, અથવા અવાજના અમારા, અમારા સહયોગીઓ, સેવાઓના વપરાશકર્તાઓ, અથવા અમારા વાણિજ્યક ભાગીદારો દ્વારા ઉપયોગ માટે તમે કોઈ વળતરના અધિકારી નહિ બનો, તમારી કન્ટેન્ટ કોણ જોઈ શકે છે તે માટે કેવી રીતે અનુકૂળ કરવી તે વિશેની માહિતી માટે, કૃપા કરી અમારી ગોપનયતા નીતિ અને સપોર્ટ સાઇટ પર એક નજર નાખો. તમારી દરેક સાર્વજનિક કન્ટેન્ટ 13 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે હોવી જોઈએ.
આમ તો અમારે આવું કરવાની જરૂર નથી, છતાં જો અમને લાગે કે તમારી કન્ટેન્ટ આ શરતોનું ઉલ્લંઘન કરે છે, તો અમે સેવાઓને પૂરી પાડવા અને વિકસિત કરવા સહિત અથવા કોઈપણ કારણોસર, કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર તમારી કન્ટેન્ટને, ઍક્સેસ કરી, સમીક્ષા કરી, હટાવી શકીએ છીએ. તમે આ સેવા દ્વારા બનાવેલ, અપલોડ, પોસ્ટ, મોકલો અથવા સંગ્રહ કરો છો તે કન્ટેન્ટ માટે તમે એકલા જવાબદાર રહેશો.
અમે, અમારા સહયોગી, તથા અમારા તૃતીય-પક્ષીય ભાગીદારો સેવાઓ પર જાહેરાતો મૂકી શકે છે, જેમાં તમે અમને જે માહિતી આપો છો તે, અમે જે માહિતી એકઠી કરીએ છીએ, અથવા તમારી પાસેથી મેળવીએ છીએ તેના આધારે વ્યક્તિગત જાહેરાત આપી શકીએ છીએ. ક્યારેક તમારી કન્ટેન્ટની પાસે, વચ્ચે કે ઉપર જાહેરાત દેખાય શકે છે.
અમે હંમેશા અમારા વપરાશકર્તાઓ પાસેથી સાંભળવાનું પસંદ કરીએ છીએ. પરંતુ જો તમે પ્રતિસાદ અથવા સૂચનો પ્રદાન કરો છો, તો આપની જાણ ખતાર અમે તમને વળતર આપ્યા વિના, અને તમને કોઈ પ્રતિબંધ અથવા જવાબદારી વિના તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે એ વાત સાથે સહમત થાવ છો કે આવા પ્રતિસાદ અને સૂચનોના આધાર ઉપર અમે જે કોઈ કન્ટેન્ટ અથવા બાબત તૈયાર કરીએ તેની ઉપર સંપૂર્ણપણે અમરો અધિકાર રહેશે.
4. વિશિષ્ટ સેવાઓ માટેની વધારાની શરતો
Snap શરતો અને નીતિઓ પેજમાં નોંધવામાં આવેલી શરતો અને નીતિઓના પેજ પર અથવા ચોક્કસ સેવાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલી માર્ગદર્શિકા લાગુ થશે. જો તમે એ સેવાઓનો ઉપયોગ કરો, તો તે વધારાની શરતો પણ આ શરતોનો ભાગ બની રહે છે. જો કોઈ વધારાની શરતો લાગુ પડતી હોય અને તે આ શરતો સાથે વિરોધાભાસી હોય, તો તમે જે સેવાઓ વાપરી રહ્યા છો, તેના માટેની વધારાની શરતો માન્ય રહેશે.
5. ગોપનીયતા
તમારી ગોપનીયતા અમારા માટે મહત્વપૂર્ણ છે. તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો, ત્યારે તમારી માહિતીને કેવી રીતે સંચાલિત કરવામાં આવે છે તેના વિશે અમારી ગોપનીયતા નીતિ વાંચીને જાણી શકો છો.
6. અન્યોની કન્ટેન્ટ
અમારી સેવાઓ પરની મોટાભાગની કન્ટેન્ટ વપરાશકર્તાઓ, પ્રકાશકો અને અન્ય તૃતીય-પક્ષ દ્વારા તૈયાર કરવામાં આવી છે. પોસ્ટ કરવામાં આવેલી કન્ટેન્ટ જાહેર જનતા માટે મૂકવામાં આવી છે કે ગુપ્ત રીતે મોકલવામાં આવી હોય, તેની જવાબદારી સબમીટ કરનાર વપરાશકર્તા અથવા સંસ્થાની રહેશે. સેવાઓ પર દેખાતી તમામ કન્ટેન્ટની સમીક્ષા કરવાની કે હટાવવાનો અધિકાર Snap અબાધિત રાખે છે, છતાં અમે દરેક કન્ટેન્ટની સમીક્ષા કરતા હોય તે જરૂરી નથી. આથી અમે ખાતરી આપી ન શકીએ- અને ખાતરી આપતા નથી કે અન્ય વપરાશર્તા અને તેમના દ્વારા પૂરી પાડવામાં આવેલી કન્ટેન્ટ કૉમ્યુનિટી માર્ગદર્શિકા અથવા શરતોનું પાલન કરતી હશે.
7. સેવાઓ તથા Snapના અધિકારોનું સન્માન
તમારે Snap ના અધિકારોનું સન્માન કરશો તથા Snapchat બ્રાન્ડ માર્ગદર્શિકા, Bitmoji બ્રાન્ડ માર્ગદર્શિકા તથા અન્ય કોઈ માર્ગદર્શિકા, સપોર્ટ પેજ અથવા Snap કે અમારા સહયોગીઓ દ્વારા પ્રકાશિત વારંવાર પૂછાતા સવાલોનું પાલન કરશો. આનો અર્થ એ થયો કે, નીચેની બાબતો નહિ કરો, કરવા માટે પ્રયાસ નહિ કરો અથવા તો અન્ય કોઈને એમ કરવા માટે પ્રોત્સાહિત નહિ કરો:
શરતો Snap અથવા અમારા સહયોગીઓ દ્વારા પ્રકાશિત Snapchat બ્રાન્ડ માર્ગદર્શિકા, Bitmoji બ્રાન્ડ માર્ગદર્શિકા અથવા અન્ય કોઈ બ્રાન્ડ માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે મંજૂર હોય તે સિવાય, સેવાઓ દ્વારા Snap દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતું બ્રાન્ડિંગ, લૉગો, ચિહ્નો, યૂઝર ઇન્ટરફેસના એલિમૅન્ટ, ડિઝાઇન, તસવીરો, વીડિયો અથવા અન્ય કોઈ કન્ટેન્ટનો વપરાશ નહિ કરો;
Snap અથવા અમારા સહયોગીઓના કૉપીરાઇટ, ટ્રૅડમાર્ક તથા અન્ય કોઈ બૌદ્ધિક સંપદા અધિકારનો ભંગ નહિ કરો કે તેમાં દખલ નહિ આપો;
સેવાઓ પરની કન્ટેન્ટ અથવા સેવાઓનનો ઉપયોગ નકલ, સુધાર, સંગ્રહ, ડાઉનલોડ, અપલોડ, સાર્વજનિક, વિતરીત, વેચાણ, લિઝ, સિન્ડિકેટ, પ્રસારિત, અમલ, પ્રદર્શન, ઉપલબ્ધ કરાવવા કે તેના પરથી સર્જન માટે નહીં કરો, સિવાય કે દેખાડવા માટે તમારા વેબ બ્રાઉઝર દ્વારા આપોઆપ હંગામી ધોરણે તૈયાર કરવામાં આવતી કૅશ ફાઇલ, અથવા આ શરતોમાં સ્પષ્ટપણે દર્શાવ્યા મુજબ, અથવા લેખિતમાં વ્યક્ત રીતે મંજૂર થયેલ, અથવા સેવાઓને કામ કરવા માટે તેને શરૂ કરવામાં આવી હોય;
તમારા માટે એક કરતાં વધુ અકાઉન્ટ બનાવશો, જો અમે તમારા અકાઉન્ટને નિષ્ક્રિય કરીએ તો બીજું અકાઉન્ટ બનાવો, અનઅધિકૃત તૃતીય-પક્ષ ઍપ્લિકેશન દ્વારા સેવાઓ મેળવવા માટેનો પ્રયાસ નહિ કરો, અન્ય વપરાશકર્તા પાસેથી લૉગઇનની ઓળખ મેળવવા પ્રયાસ, તમારા અકાઉન્ટ, વપરાશકર્તા નામ, Snaps અથવા મિત્ર લિંકના ઍક્સેસ, ખરીદશો, વેંચશો, ભાડે આપશો કે લિઝ પર આપશો નહિ;
સેવાના સોફ્ટવૅર અથવા તો સોર્સકોડ મેળવવા માટે રિવર્સ એંજિનિયર ડુપ્લિકેટ, છૂટા પાડવા, વિઘટીત કરવા અથવા તો સેવાઓને સમજવા (જેમાં કોઈ મુખ્ય વિચાર કે અલ્ગૉરિધમ હોય);
સેવાઓ સુધી પહોંચવા માટે અથવા અન્ય વપરાશકર્તાની માહિતી પ્રાપ્ત કરવા માટે કોઈ રૉબૉટ, સ્પાઇડર, ક્રૉલર, સ્ક્રૅપર કે અન્ય સ્વયંસંચાલિત પદ્ધતિઓ કે ઇન્ટરફેસનો ઉપયોગ કરશો નહિ;
તૃતીય-પક્ષની એવી કોઈ ઍપ્લિકેશનનો ઉપયોગ કરશો નહિ, જે અમારી લેખિત સંમતિ વિના સેવાઓ અથવા અન્ય વપરાશકર્તાઓના કન્ટેન્ટ કે માહિતી સાથે સંવાદ કરે;
સેવાઓનનો ઉપયોગ એવી રીતે કરવો કે જેથી કરીને તે અન્ય વપરાશકર્તા દ્વારા સેવાઓના સંપૂર્ણ આનંદમાં દખલ, વિક્ષેપ, નકારાત્મક અસર કે અટકાવ ઊભો કરે;
વાઇરસ અપલોડ કરવા કે અન્ય મલીન કોડ કે અન્ય કોઈ રીત કે જેથી કરીને સેવાની સુરક્ષાવ્યવસ્થા સાથે ચેડા થાય, તેને ટાળે અથવા તો છેતરે;
અમે જેમનો ઉપયોગ કરી એવી કન્ટેન્ટને ફિલ્ટર કરતી કોઈ પણ તરકીબોને યુક્તિ-પ્રયુક્તિથી અવરોધવાની કોશિશ કરશો નહિ અથવા સેવાઓનાં કે ભાગો કે ફીચર ઍક્સેસ કરવાની તમને પરવાનગી ન હોય તે ઍક્સેસ કરવાનો પ્રયત્ન કરશો નહિ;
અમારી સેવા કે અન્ય સિસ્ટમ કે નેટવર્કની સંવેદનશીલતાને તપાસશો, પસાર કરશો કે પરીક્ષણ કરશો;
અમારી સેવાઓ મેળવા માટે લાગુ પડતા કોઈ કાયદા કે વિનિયમનનો ભંગ નહિ કરો; અથવા
આ શરતો અથવા આ શરતો દ્વારા વ્યક્ત રીતે મંજૂર કરવામાં ન આવી હોય અથવા અમારી કૉમ્યુનિટી માર્ગદર્શિકામાં વ્યક્ત રીતે મંજૂર કરવામાં ન આવી હોય તેવી સેવાઓ ઍક્સેસ કરવાનો કે વાપરવાનો પ્રયાસ નહિ કરો.
8. અન્યોના અધિકારોનો આદર કરવો
Snap બીજાના હક્કોનું સન્માન કરે છે. અને તમારે પણ કરવો જોઈએ. જેનાથી કોઈના પ્રચાર, ગોપનીયતા, કૉપીરાઇટ, ટ્રૅડમાર્ક કે અન્ય કોઈ બૌદ્ધિક સંપદાના અધિકારનો ભંગ થાય અથવા તો તેમાં દખલ થાય તે રીતે આ સેવાઓનો ઉપયોગ ન કરવો જોઈએ અથવા અન્ય કોઈને તેમ કરવા માટે સક્ષમ ન બનાવવા જોઈએ. જ્યારે તમે સેવા માટે કોઈ કન્ટેન્ટ આપો છો, ત્યારે તમે સહમત થાવ છો અને રજૂઆત કરો છો કે તમે તે કન્ટેન્ટના માલિક છો અને તેને સોંપવા માટે તમે જરૂરી મંજૂરીઓ, પરવાનગીઓ અને અધિકૃતિ મેળવેલી છે, આ માટે તમે જ જવાબદાર છો (જો લાગુ પડતું હોય, તો સામેલ છે, કોઈ સાઉન્ડ રેકોર્ડિંગમાં સમાવિષ્ટ સંગીતકાર્યના તકનીકી પુનઃઉત્પાદનના અધિકાર, કોઈપણ કન્ટેન્ટની કોઈપણ ધૂનનું સમકાલન, કોઈપણ ધૂન અથવા સાઉન્ડ રેકોર્ડિંગનું જાહેરમાં પ્રદર્શન, અથવા કોઈ સંગીત માટે લાગુ પડતા અન્ય અધિકાર જે Snap દ્વારા પૂરા પાડવામાં આવ્યા ન હોય, પરંતુ તમારી કન્ટેન્ટમાં સામેલ હોય) તમારી કન્ટેન્ટ માટેની આ શરતોમાં આપવામાં આવેલા અધિકારો તથા પરવાનગીો. તમે એ વાત સાથે પણ સહમત થાવ છો કે Snap તથા તેના સહયોગીઓ દ્વારા આપવામાં આવેલી મંજૂરી વગર અન્ય કોઈ વપરાશકર્તાનું અકાઉન્ટ વાપરશો નહિ અથવા વાપરવાનો પ્રયાસ નહિ કરો.
Snap કૉપીરાઇટના કાયદાઓનું સન્માન કરે છે, જેમાં ડિજિટલ મિલેનિયમ કૉપીરાઇટ ઍક્ટનો પણ સમાવેશ થાય છે તથા તેનો ભંગ કરતી કોઈ કન્ટેન્ટ અમારી જાણમાં આવે તો તેને અમારી સેવાઓમાંથી તત્કાળ દૂર કરવા માટેનો પ્રયાસ કરીએ છીએ. જો Snap ને માલૂમ પડશે કે વપરાશકર્તા દ્વારા વારંવાર કૉપીરાઇટનો ભંગ કરવામાં આવ્યો છે, તો વપરાશકર્તાનું અકાઉન્ટ રદ કરવા માટે અમારા અખત્યાર હેઠળના જરૂરી વ્યાજબી પગલા લઈશું. જો તમને લાગે છે કે સેવાઓ પરની કોઈપણ વસ્તુ તમારા માલિકીના અથવા નિયંત્રણમાં રહેલા કૉપીરાઇટનું ઉલ્લંઘન કરે છે, તો કૃપા કરીને આ ટૂલ દ્વારા ઉપલબ્ધ ફોર્મનો ઉપયોગ કરીને તેની જાણ કરો. અથવા તો તમે અમારા નિર્ધારિત એજન્ટને નોટિસ આપી શકો છો: Snap Inc., Attn: Copyright Agent, 3000 31st Street, Santa Monica, CA 90405, ઇમેઇલ: copyright @ snap.com. આ ઇમેઇલ સરનામાંને કોપિરાઇટના ઉલ્લંઘનની જાણ કરવા સિવાયના અન્ય કંઈપણ માટે ઉપયોગ કરશો નહીં, કારણ કે આવા ઇમેઇલને અવગણવામાં આવશે. સેવાઓ પર અન્ય પ્રકારના ભંગને રિપૉર્ટ કરવા માટેનું સાધન અહીંથી ઍક્સેસ થઈ શકે છે. જો તમે અમારા કૉપીરાઇટ એજન્ટ સાથે નોટિસ ફાઇલ કરો છો, તો તે 17 યુ.એસ.C. § 512(c)(3) પર નિર્ધારિત આવશ્યકતાઓ સાથે સુસંગત હોવી ફરજિયાત છે. તેનો અર્થ એ કે નોટિસ આ મુજબ હોવી ફરજિયાત છે:
કૉપીરાઇટના માલિક તરફથી કાર્યવાહી કરવા માટે અધિકૃત વ્યક્તિની ભૌતિક અથવા ઇલેક્ટ્રૉનિક સહી ધરાવતી હોવી જોઈએ;
જેનું ઉલ્લંઘન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હોય એવા કૉપીરાઇટયુક્ત કાર્યને સંબંધિત હોવી જોઈએ;
જેનાથી ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવે અથવા ઉલ્લંઘની પ્રવૃત્તિનો વિષય બન્યો હોવાનો દાવો કરવામાં આવે અને જેને દૂર કરવાનું હોય અથવા જેના સુધીની પહોંચ દૂર કરવાની હોય અને જે સાહિત્યને અમે શોધી શકીએ તે માટે માહિતી વાજબી રીતે પર્યાપ્ત હોય તેવા સાહિત્યને લગતી હોવી જોઈએ;
તમારા સરનામા, ટેલિફોન નંબર અને ઇમેઇલ ઍડ્રેસ સહિતની તમારી સંપર્કની માહિતી પૂરી પાડતી હોવી જોઈએ;
કન્ટેન્ટનો જે રીતે ઉપયોગ થવા વિશે તમે ફરિયાદ કરી હોય તે માટે કૉપીરાઇટધારક, તેમના એજન્ટ અથવા કાનૂન દ્વારા આવો ઉપયોગ અધિકૃત નથી એવું તમે વિશ્વાસપૂર્વક માનો છો એવું વ્યક્તિગત નિવેદન પૂરું પાડતી હોવી જોઈએ; અને
અધિસૂચનામાંની માહિતી ચોકસાઈપૂર્વકની છે અને ખોટી જુબાની આપવા માટે દંડ હેઠળ તમે કૉપીરાઇટધારક તરફથી કાર્યવાહી કરવા માટે અધિકૃત છે એવું નિવેદન પૂરું પાડતી હોવી જોઈએ.
9. સલામતી
અમારી સેવાઓને બધા વપરાશકર્તાઓ માટે સુરક્ષિત સ્થાન રાખવા માટે અમે સખત પ્રયાસ કરીએ છીએ. પરંતુ અમે તેની ખાતરી આપી શકતા નથી. એટલે તમારી ભૂમિકા બની રહે છે. તમે આ સેવાઓના વપરાશ દ્વારા, સહમત થાવ છો કે તમે હંમેશા આ શરતો, જેમાં અમારી કૉમ્યુનિટી માર્ગદર્શિકા સેવાઓની સલામતી જાળવી રાખવા માટે Snap દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી અન્ય કોઈ નીતિઓ પણ સામેલ છે, તેનું પાલન કરશો.
જો તમે તેનું પાલન કરવામાં નિષ્ફળ રહો તો, અમે મર્યાદાભંગ કરતી કન્ટેન્ટને હટાવવાની, તમારા અકાઉન્ટને રદ કરવાની અથવા તો તેની દૃશ્યતાને મર્યાદિત કરવાના, તથા તૃતીય-પક્ષકારો - જેમાં કાયદોવ્યવસ્થા લાગુ કરતા સંગઠનો પણ સામેલ છે - જેવા તૃતીય-પક્ષકારોને તમારા અકાઉન્ટ વિશે માહિતી આપવાનો અધિકાર અનામત રાખીએ છીએ. અમારા વપરાશકર્તાઓ તથા અન્યોની સંભવિત શરતભંગને લાગુ કરવા, કોઈ ઠગાઈ કે સુરક્ષા સંબંધિત બાબતને શોધવા તથા તેને ઉકેલવા માટે તપાસ અને સુધાર જેવા પગલા લેવા પડી શકે છે.
અમારી સેવાઓનો ઉપયોગ કરતી વખતે અમે તમારી ભૌતિક સલામતીની પણ કાળજી રાખીએ છીએ. તેથી અમારી સેવાઓનો ઉપયોગ એવી રીતે કરશો નહિ કે જે તમને યાતાયાત અથવા સલામતી કાયદાઓનું પાલન કરવાથી વિચલિત કરે. દાખલા તરીકે, વાહન ચલાવતી વખતે ક્યારેય અમારી સેવાઓનો ઉપયોગ ન કરો. અને Snap લેવા માટે ક્યારેય તમારી અથવા બીજાની જાને નુકસાન થાય તેવી સ્થિતિમાં ન મૂકશો.
10. તમારું અકાઉન્ટ
અમુક સેવાઓનો ઉપયોગ કરવા માટે, તમારે એક અકાઉન્ટ બનાવવાની જરૂર છે. તમે અમને તમારા અકાઉન્ટ માટે સચોટ, સંપૂર્ણ અને અપડેટ કરેલી માહિતી આપવા માટે સહમત થાઓ છો. તમારા અકાઉન્ટમાં થતી કોઈપણ પ્રવૃત્તિ માટે તમે જવાબદાર છો. તેથી તે મહત્વપૂર્ણ છે કે તમે તમારું અકાઉન્ટ સુરક્ષિત રાખો. આ કરવાની એક રીત એ છે કે એક મજબૂત પાસવર્ડ પસંદ કરવો કે જેનો ઉપયોગ તમે બીજા કોઈપણ અકાઉન્ટ માટે નથી કરતા. જો તમને લાગે કે કોઈકે તમારા અકાઉન્ટમાં પ્રવેશ મેળવ્યો છે, તો કૃપા કરીને તરત જ સપૉર્ટ પર પહોંચો. કોઈપણ સૉફ્ટવેર જે અમે તમને પ્રદાન કરીએ છીએ તે આપમેળે અપગ્રેડ, અપડેટ અથવા અન્ય નવી સુવિધાઓ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકે છે. તમે તમારા ઉપકરણની સૅટિંગ દ્વારા આ સ્વચાલિત ડાઉનલોડને સમાયોજિત કરી શકો છો. જો તમે અમારી સેવાઓમાંથી અગાઉથી તમને અથવા તમારા અકાઉન્ટને દૂર અથવા પ્રતિબંધિત કરી દીધો હોય તો તમે કોઈ અકાઉન્ટ ન બનાવવા માટે સંમત થાઓ, સિવાય કે અમે અન્યથા સંમતિ આપીએ.
11. યાદો
યાદો એ અમારી ડેટા સંગ્રહ સેવા છે જે તમારા માટે કોઈપણ સમયે, ક્યાંય પણ યાદ અપાવવાનું સરળ બનાવે છે. આ શરતોથી સંમત થઈને, તમે આપમેળે યાદોને સક્ષમ કરો છો. એકવાર યાદો સક્ષમ થયા પછી, તે તમારા Snapchat અકાઉન્ટને જાળવી રાખશો ત્યાં સુધી તે સક્ષમ રહેશે. પરંતુ તમે સૅટિંગમાં યાદોની કેટલીક સુવિધાઓ બંધ કરી શકો છો.
અમે યાદો સાથે આપેલા વિકલ્પોમાંથી એક પાસકોડ સૅટ કરીને પ્રતિબંધિત ક્ષેત્ર બનાવવાની ક્ષમતા છે, જે પિન અથવા પાસફ્રેઝ અથવા અન્ય કોઈ પદ્ધતિ હોઈ શકે છે. આ ઉપકરણ-લોક વિકલ્પ જેવું જ છે જે તમે તમારા મોબાઇલ ઉપકરણ પર વાપરી રહ્યા છો; પાસકોડ સૅટ કરીને, બીજી વ્યક્તિ જે તમારું ઉપકરણ ધરાવનાર તમે યાદોના પ્રતિબંધિત વિસ્તારમાં શું સાચવ્યું છે, તે જોવાની શક્યતા ઘટી જાય છે. પરંતુ અહીં એક મોટી ચેતવણી છે: જો તમે તમારો યાદો પાસકોડ ગુમાવો અથવા ભૂલી જાઓ છો, અથવા જો તમે ઘણી વખત ખોટી રીતે દાખલ કરો છો, તો તમે યાદોના પ્રતિબંધિત ક્ષેત્રમાં સાચવેલ કોઈપણ કન્ટેન્ટની એક્સેસ ગુમાવશો. અમે આ પ્રતિબંધિત વિસ્તાર માટે કોઈપણ પાસકોડ પુનઃ પ્રાપ્તિની સુવિધાઓ આપતા નથી. તમે તમારો પાસકોડ યાદ રાખવા માટે સંપૂર્ણપણે જવાબદાર છો. પાસકોડ પર વધુ વિગતો માટે કૃપા કરીને અમારી સપોર્ટ સાઇટ પર જાઓ.
સંચાલકીય ભૂલ અથવા તમારા અકાઉન્ટને સમાપ્ત કરવાના અમારા અંત અંગેના નિર્ણય સહિત, યાદોની તમારી કન્ટેન્ટ ઘણાં કારણોસર અનુપલબ્ધ થઈ શકે છે. અમે વચન આપી શકતા નથી કે તમારી કન્ટેન્ટ હંમેશા ઉપલબ્ધ રહેશે, અમે તમને યાદોમાં સાચવવાની કન્ટેન્ટની એક અલગ કોપિ રાખવાની ભલામણ કરીએ છીએ. અમે કોઈ વચન આપતા નથી કે યાદો તમારી સ્ટોરેજની ચોક્કસ જરૂરિયાતોને સમાવવા માટે સક્ષમ હશે. યાદો માટે સંગ્રહ મર્યાદા સૅટ કરવાનો અધિકાર અમે અનામત રાખ્યો છે, અને સમય-સમય પર અમારી સંપૂર્ણ વિવેકબુદ્ધિમાં આ મર્યાદાઓ અમે બદલી શકીએ છીએ. અને અમારી અન્ય સેવાઓની જેમ, યાદીનો તમારા ઉપયોગમાં તમારા ઉપકરણ પર જગ્યા લાગી શકે છે અને મોબાઇલ ડેટા દરો લાગી શકે છે.
12. ડેટા ચાર્જ અને મોબાઇલ ફોન
ટેક્સ્ટ-મૅસેજિંગ (જેમ કે એસએમએસ, એમએમએસ, અથવા ભવિષ્યમાં આવા પ્રોટોકૉલ અથવા ટેકનૉલૉજી) અને ડેટા ચાર્જ સહિત અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે લાગુ પડતા કોઈપણ મોબાઇલ દરો માટે તમે જવાબદાર છો. જો તમને શુલ્ક વિશે ખાતરી ન હોય, તો તમારે સેવાઓનો ઉપયોગ કરતા પહેલાં તમારા સેવા પ્રદાતાને પૂછવું જોઈએ.
અમને તમારો મોબાઇલ ફોન નંબર પૂરો પાડીને, તમે Snap થી પ્રમોશન, તમારું અકાઉન્ટ અને Snap સાથેના તમારા સંબંધો સહિતની સેવાઓ સંબંધિત Snap તરફથી એસએમએસ સંદેશા પ્રાપ્ત કરવા માટે સંમત થાઓ છો. આ એસએમએસ સંદેશાઓ તમારા મોબાઇલ ફોન નંબર પર કરવામાં આવી શકે છે, ચાહે તમારો મોબાઇલ ફોન નંબર કોઈપણ રાજ્ય કે દેશની "કૉલ કરશો નહિ" સૂચિ અથવા તેના જેવી આંતરરાષ્ટ્રીય યાદીમાં નોંધાયેલો કેમ ન હોય.
જો તમે અકાઉન્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા મોબાઇલ ફોન નંબરને બદલો અથવા નિષ્ક્રિય કરો છો, તો તમારે 72 કલાકની અંદર સૅટિંગ મારફતે તમારી અકાઉન્ટ માહિતી અપડેટ કરવી આવશ્યક છે, જેથી તમારા માટેના સંદેશા બીજા કોઈને મળતા અટકાવી શકાય.
13. તૃતીય-પક્ષીય સેવાઓ
કેટલીક સેવાઓ તૃતીય-પક્ષો ("તૃતીય-પક્ષીય સામગ્રી") માંથી કન્ટેન્ટ, ડેટા, માહિતી, ઍપ્લિકેશનો, સુવિધાઓ અથવા કન્ટેન્ટ પ્રદર્શિત કરી શકે છે, સમાવી શકે છે અથવા ઉપલબ્ધ કરી શકે છે, અથવા અમુક તૃતીય-પક્ષ વેબસાઇટની લિંક પ્રદાન કરી શકે છે. જો તમે અમારી સેવાઓ દ્વારા ઉપલબ્ધ કરાયેલ કોઈપણ તૃતીય-પક્ષીય કન્ટેન્ટનો ઉપયોગ કરો છો (અમે તૃતીય-પક્ષો સાથે સંયુક્ત રીતે આપતા હોય તેવી સેવાઓ સહિત), દરેક પક્ષની શરતો તમારી સાથે સંબંધિત પક્ષના સંબંધોનું સંચાલન કરશે. તૃતીય-પક્ષની શરતો અથવા તૃતીય-પક્ષની શરતો હેઠળ લેવામાં આવેલી ક્રિયાઓ માટે Snap અથવા અમારા સહયોગીઓ જવાબદાર નથી અથવા ભારણ લેતા નથી. વધુમાં, સેવાઓના ઉપયોગ દ્વારા, તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે કન્ટેન્ટ, ચોકસાઈ, સંપૂર્ણતા, ઉપલબ્ધતા, સમયસરતા, માન્યતા, કૉપીરાઇટ પાલન, કાયદેસરતા, શિષ્ટતા, ગુણવત્તા અથવા આવી તૃતીય-પક્ષીય કન્ટેન્ટ અથવા વેબસાઇટ અન્ય કોઈપણ પાસાની તપાસ અથવા મૂલ્યાંકન માટે Snap જવાબદાર નથી. કોઈપણ તૃતીય-પક્ષ સેવાઓ, તૃતીય-પક્ષીય કન્ટેન્ટ અથવા તૃતીયપક્ષીય વેબસાઇટ માટે, અથવા કોઈપણ અન્ય કન્ટેન્ટ, ઉત્પાદનો અથવા તૃતીય-પક્ષોની સેવાઓ માટે તમને અથવા અન્ય કોઈ વ્યક્તિની અમે બાંહેધરી આપતા નથી અથવા સમર્થન આપતા નથી અને સ્વીકારતા નથી અને તેની કોઈ જવાબદારી અથવા ભારણ રહેશે નહિ. તૃતીય-પક્ષીય કન્ટેન્ટ તથા અન્ય વેબસાઇટની લિંક ફક્ત તમને સુવિધા માટે આપવામાં આવે છે.
14. સેવાઓમાં ફેરફાર અને સમાપ્તિ
અમે અવિરતપણે અમારી સેવાઓ સુધારી રહ્યા છીએ અને બધા સમયે નવી બનાવી રહ્યા છીએ. તેનો અર્થ એ કે અમે સુવિધાઓ, ઉત્પાદનો અથવા કાર્યક્ષમતાઓ ઉમેરી અથવા કાઢી શકીએ છીએ, અને અમે સેવાઓને સ્થગિત અથવા રોકી શકીએ છીએ. અમે કોઈપણ સમયે કોઈપણ કારણસર આમાંથી કોઈપણ ક્રિયાઓ લઈ શકીએ છીએ, અને જ્યારે અમે કરીએ છીએ, ત્યારે તમને પહેલાંથી અમે કોઈ સૂચના પ્રદાન ન પણ કરીએ.
જ્યારે અમે આશા રાખીએ છીએ કે તમે આજીવન સ્નેપચેટ્ટર રહો છો, તમે કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર તમારા Snapchat અકાઉન્ટને ડિલીટ કરીને આ શરતોને સમાપ્ત કરી શકો છો (અથવા, કેટલાક કિસ્સાઓમાં, તમે જે સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છો તેના લાગુ પડતા હિસ્સા સાથે સંકળાયેલ ખાતું).
જો તમે આ શરતો, અમારા કૉમ્યુનિટી માર્ગદર્શિકા અથવા કાયદા, અમારા નિયંત્રણની બહારના કોઈપણ કારણોસર, અથવા કોઈપણ કારણોસર અને અદ્યતન સૂચન વિના, અમે સેવાઓમાં તમારી ઍક્સેસ સમાપ્ત અથવા અસ્થાયી રૂપે સ્થગિત કરી શકીએ છીએ. તેનો અર્થ એ છે કે અમે આ શરતો સમાપ્ત કરી શકીએ છીએ, તમને સેવાઓનો તમામ અથવા કોઈપણ ભાગ આપવાનું બંધ કરી શકીએ છીએ અથવા અમારી સેવાઓનો ઉપયોગ કરવાની તમારી ક્ષમતા પર નવી અથવા વધારાની મર્યાદા લાદી શકીએ છીએ. અને અમે તમને અગાઉથી વાજબી નોટિસ આપવાનો પ્રયત્ન કરીશું, ત્યારે અમે ખાતરી આપી શકતા નથી કે નોટિસ તમામ સંજોગોમાં શક્ય બનેે. ઉદાહરણ તરીકે, અમે લાંબા સમય સુધી નિષ્ક્રિયતાને કારણે તમારું અકાઉન્ટ નિષ્ક્રિય કરી શકીએ છીએ, અને અમે કોઈપણ કારણસર કોઈપણ સમયે તમારા વપરાશકર્તા નામ પર ફરીથી મેળવી શકીએ છીએ.
આ શરતો કોણ સમાપ્ત કરે છે તે ધ્યાનમાં લીધા વિના, તમે અને Snap બંને કલમ 3, 4 (કોઈપણ વધારાના નિયમો અને શરતો, તેમની શરતો દ્વારા ટકી રહેશે), અને 6-23 શરતોથી બંધાયેલા રહે છે.
15. વળતર
તમે એ વાત સાથે સહમત થાવ છો કે કાયદા દ્વારા માન્ય હદ સુધી, Snap, અમારા સહયોગીઓ, નિયામકો, અધિકારીઓ, શૅરધારકો, કર્મચારીઓ, પરવાનગી આપનાર તથા એજન્ટની કોઈપણ અને દરેક પ્રકારની ફરિયાદ, આરોપ, દાવા, વળતરના દાવા, ખર્ચ, જવાબદારીઓ, તથા આ બાબતોને કારણે અથવા સંબંધિત કોઈપણ ખર્ચ (જેમાં વકીલની ફીનો પણ સમાવેશ થાય છે): (અ) તમે અમારી સેવાઓ કે અન્ય કોઈ ઉત્પાદન ઍક્સેસ કરો અથવા સેવા સંબંધિત તૃતીય-પક્ષકાર દ્વારા આપવામાં આવતી સેવાઓનો ઉપયોગ કરો, પછી ભલે તે Snap દ્વારા અધિકૃત હોય, ઉપલબ્ધ કરાવવામાં આવી હોય કે ભલામણ કરવામાં આવી હોય. (બ) તમારી કન્ટેન્ટ, જેમાં તમારી કન્ટેન્ટના ભંગ દાવાનો પણ સમાવેશ થાય છે; (ક) તમારા દ્વારા આ શરતોનો ભંગ અથવા કોઈ લાગુ પડતા કાયદા કે વિનિયમો; અથવા (ડ) તમારી બેદરકારી કે ઇરાદાપૂર્વકનું ગેરઆચરણ.
16. અસ્વીકૃતિઓ
અમે સેવાઓ ચાલુ રાખવા અને ત્રાસથી મુક્ત રાખવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ અમે કોઈ વચન આપતા નથી કે અમે સફળ થઈશું.
સેવાઓને “જેમ છે તેમ” અને “ઉપલબ્ધ છે” અને કાયદા દ્વારા કોઈ પણ પ્રકારની બાંહેધરી, સ્પષ્ટતા અથવા સ્પષ્ટપણે, શામેલ કરાયેલ, પરંતુ લખાણની મર્યાદા હેઠળ મર્યાદિત નથી, વેપારીકરણની નિયુક્તિની વૉરંટી, વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે શીર્ષક, શીર્ષક અને નૉન--ઇન્ફ્રેઝમૅન્ટ માટે. વધુમાં, અમે વપરાશકર્તાને સારો અનુભવ આપવા માટે પ્રયાસ કરીએ છીએ, અમે કોઈ રજૂઆત કે ખાતરી નથી આપતા કે : (અ) આ સેવાઓ હંમેશા સલામત, ક્ષતિમુક્ત, અથવા સમયસર; (બ) સેવાઓ હંમેશા કોઈ વિલંબ, ક્ષતિ, કે અપૂર્ણતા વગરની હશે; અથવા (ક) કોઈ કન્ટેન્ટ, વપરાશકર્તાની કન્ટેન્ટ, અથવા તો અમારી સેવાઓ દ્વારા તમે જે કોઈ માહિતી મેળવો તે સમયસરની કે ચોક્કસ હશે.
ના તો અમે કે અમારા સહયોગીઓ અમારી સેવાઓના વપરાશ દ્વારા તમારા કે અન્ય વપરાશકર્તા દ્વારા, કે તૃતીયપક્ષકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી, અપલોડ, પોસ્ટ, મોકલવામાં આવેલી, મેળવવામાં આવેલી કે સંગ્રહિત કોઈપણ કન્ટેન્ટની જવાબદારી અથવા ધારણ કરેલી જવાબદારી લેતા નથી. તમે એ વાત સમજો છો અને સહમત થાવ છો કે તમે મર્યાદાભંગ થાય તેવી, ગેરકાયદેસર, ગેરમાર્ગે દોરતી અથવા અન્ય કોઈ રીતે અયોગ્ય હોય તેવી કન્ટેન્ટ જોવા મળી શકે છે, જેના માટે અમે કે અમારા સહયોગીઓ જવાબદાર નહિ હોય.
17. જવાબદારીની મર્યાદા
ક. કાયદા દ્વારા મંજૂર હોય તે હદ સુધી, અમે, અમારા પ્રબંધક સભ્યો, શૅરધારકો, કર્મચારીઓ, સહયોકી, પરવાનગી આપનાર, એજન્ટ તથા સપ્લાયર્સ પ્રત્યક્ષ, સહયોગીઓ, વિશેષ, પરિણામરૂપ, શિક્ષાત્મક કે અનેક વળતર, કે નફા કે આવકમાં નુકસાન માટે જવાબદાર નહિ હોય. પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે થયેલ, અથવા કોઈ ડેટાનું નુકસાન, ઉપયોગથી, સદ્ભાવનાથી અથવા અન્ય અગત્યની ખોટ: જે : (અ) જે સેવાઓને ઍક્સેસ કરવાથી અથવા વપરાશથી અથવા તો સેવાઓને ઍક્સેસ કે ઉપયોગ નહિ કરી શકવાથી; (બ) અમારી સેવાઓ દ્વારા, અન્ય વપરાશકર્તાના આચરણ કે કન્ટેન્ટ અથવા તૃતીય-પક્ષો દ્વારા; અથવા (ક) આવા નુકસાન અંગેની શક્યતા વિશે સલાહ આપવા છતાં ગેરકાયદેસર ઍક્સેસ, વપરાશ, અથવા કન્ટેન્ટમાં ફેરફાર, કોઈ પણ સંજોગોમાં અમારી સેવાઓમાંથી ઉદ્દભવતા દાવાની કુલ જવાબદારી $100 યુએસ ડોલર કરતાં વધુ અથવા દાવાના ઉદ્દભવની આગલી તારીખ પહેલાંના 12 મહિના દરમિયાન તમે અમને ચૂકવેલી રકમ કરતાં વધુ નહિ હોય.
18. લવાદી, સામૂહિક કાર્યવાહીનો ત્યાગ અને જ્યુરી દ્વારા સુનાવણીનો ત્યાગ
કૃપા કરીને નીચેના ફકરા કાળજીપૂર્વક વાચો, કારણ કે તે મુજબ તમે અને Snap આપણી વચ્ચે ઊભા થતા બધા વિવાદોનું સમાધાન પરસ્પર બાધ્ય વ્યક્તિગત લવાદ દ્વારા લાવવા માટે સહમત થાવ છો.
અ. લવાદ કરારની યોગ્યતા. આ કલમ 18 ("લવાદ કરાર"), તમે અને Snap સહમત થાવ છો કે (ચાહે કરાર, અપકૃત્ય કે અન્ય કોઈ) દાવા કે વિવાદ, જેમાં કાયદાકીય દાવા અને વિવાદો પણ સામેલ છે, આ શરતોને કારણે અથવા સેવાના વપરાશને કારણે ઊભા થતા અથવા સંબંધિત દાવા કે જેનો અદાલત દ્વારા ઉકેલ લાવી શકાતો નથી, તેને વ્યક્તિગત ધોરણે લવાદ દ્વારા કરવામાં આવશે, જ્યારે કોઈપણ પક્ષકાર કૉપીરાઇટ, ટ્રૅડમાર્ગ, ટ્રૅડનામ, લૉગો, વેપાર રહસ્યો અથવા પેટન્ટના ગેરકાયદેસર ઉપયોગ બદલ ન્યાય્ય રાહત માગે ત્યારે તમારે અને Snapએ લવાદ દ્વારા ઉકેલ લાવવાની જરૂર નથી. વધુ સ્પષ્ટતા ખાતર: "બધા દાવા અને વિવાદો" વાક્યમાં દાવાઓ અને વિવાદો પણ શામેલ છે જે આ શરતોની અસરકારક તારીખ પહેલાં આપણી વચ્ચે ઉભા થયા હોય. વધુમાં, લવાદના દાવા સંબંધિત તમામ તમામ વિવાદોમાં (જેમાં લવાદના કરારના વ્યાપ, લાગુ થવા, અમલીકરણ, પાછા ખેંચવા અથવા તો માન્યતા સહિતના વિવાદો) લવાદ દ્વારા નક્કી કરવામાં આવશે, સિવાય કે વ્યક્ત રીતે જણાવવામાં આવેલી નીચેની બાબતો.
બ. લવાદના નિયમો. કાર્યપ્રણાલીની ગોઠવણો સહિત રાજકીય લવાદી કાયદો, આ વિવાદ-જોગવાઈની સમજૂતિ અને અમલીકરણ પર નિયંત્રણ રે છે અ રાજ્યના કાયદા પર નિયંત્રણ કરતો નથી. લવાદી ADR સેવાઓ દ્વારા હાથ ધરવામાં આવશે, Inc. ("ADR સેવાઓ") (https://www.adrservices.com/). જો ADR સેવાઓ લવાદી માટે ઉપલબ્ધ ન હોય, તો પક્ષો વૈકલ્પિક લવાદી ફૉરમ માટે પસંદગી કરશે અને જો તેઓ સંમત ન થઈ શકે, તો કોર્ટને 9 U.S.C પર એક લવાદી અનુસરનારની નિમણૂક કરશે. § 5. લવાદી ફૉરમના નિયમો આ વિવાદના તમામ પાસાઓને સંચાલિત કરશે, સિવાય કે નિયમો આ શરતોથી વિરોધાભાસી હોય. આ વિવાદ એક તટસ્થ વિવાદી દ્વારા હાથ ધરવામાં આવશે. કોઈપણ દાવા અથવા વિવાદો જ્યાં માંગવામાં આવેલી કુલ રકમ $ 10,000 USD ડોલરથી ઓછી હોય તે બંધનકર્તા બિન-દેખાવ-આધારિત વિવાદ દ્વારા ઉકેલી શકાય છે, રાહતની માંગ કરનાર પક્ષના વિકલ્પ પર. દાવાઓ અથવા વિવાદો માટે જ્યાં માંગવામાં આવેલી કુલ રકમ $10,000 D ડોલર અથવા વધુ છે, સુનાવણીનો અધિકાર વિવાદ મંચના નિયમો દ્વારા નક્કી કરવામાં આવશે. લવાદ દ્વારા આપવામાં આવેલ ચુકાદો અંગેનો કોઈપણ ચુકાદો સક્ષમ અધિકારક્ષેત્રની કોઈપણ અદાલતમાં દાખલ થઈ શકે છે.
ક. બિન-રૂબરૂ લવાદ માટે વધારાના નિયમો. જો બિન-રૂબરૂ લવાદની પસંદગી કરવામાં આવે, તો લવાદ ટેલિફોન, ઑનલાઇન, લેખિત સબમિશન અથવા ત્રણના કોઈપણ સંયોજન દ્વારા હાથ ધરવામાં આવશે; લવાદી પ્રક્રિયાની શરૂઆતથી પક્ષ દ્વારા વિશિષ્ટ રીતની પસંદગી કરવામાં આવશે. લવાદ પક્ષો અથવા સાક્ષીઓ દ્વારા કોઈ રૂબરૂ હાજરી શામેલ કરવામાં આવશે નહિ સિવાય કે પક્ષો પરસ્પર સંમત ન થાય.
ડ. ફી. ADR સેવાઓ તેની સેવાઓ માટે ફી સેટ કરે છે, જે https://www.adrservices.com/rate-fee-schedule/ પર ઉપલબ્ધ ે. જો Snap તમારા વિરુદ્ધ લવાદી શરૂ કરતો પક્ષ છે, તો Snap લવાદી સાથે સંબંધિત તમામ ખર્ચને ચૂકવશે, જેમાં સંપૂર્ણ ફાઈલ ફી શામેલ છે. જો તમે પક્ષ છો જે Snap ની લવાદી શરૂ કરે છે, તો તમે પ્રથમ $100 માટે નોનરિફંડેબલ પ્રાથમિક ફાઇલિંગ ફી માટે જવાબદાર રહેશો. અને Snap તમારી પ્રારંભિક ફાઇલિંગ ફી અને બંને પક્ષની વહીવટી ફી પણ ચૂકવશે.
ઈ. લવાદીના અધિકાર. લવાદી અધિકારી તમારા અને Snapના અધિકાર અને જવાબદારીઓ, જો કોઈ હોય તો, તેના અધિકારક્ષેત્રનો નિર્ણય લેશે. વિવાદને અન્ય કોઈપણ બાબતો સાથે જોડવામાં આવશે નહિ અથવા કોઈપણ અન્ય કેસો અથવા પક્ષકારો સાથે જોડવામાં આવશે નહિ. વિવાદ પાસે કોઈ પણ દાવા અથવા વિવાદના બધા અથવા ભાગના નિકાલની ગતિ આપવાની સત્તા હશે. વિવાદ પાસે નાણાંંકીય નુકસાનને પુરસ્કાર આપવાનો અને કાયદા હેઠળના કોઈપણ વ્યક્તિને નાણાંંકીય ઉપાય અથવા રાહત આપવા, વિવાદ મંચના નિયમો અને શરતો આપવાનો અધિકાર હશે. વિવાદ લેખિત એવોર્ડ અને નિર્ણય અંગેનું નિવેદન આપશે જેમાં આવશ્યક તારણો અને નિષ્કર્ષનું વર્ણન કરવામાં આવશે જેના આધારે એવોર્ડ આપવામાં આવ્યો છે, જેમાં કોઈપણ હાનિની ગણતરી શામેલ છે. લવાદ અધિકારી પાસે વ્યક્તિગત ધોરણે રાહત આપવા માટે સમાન અધિકાર છે, જેવા કાયદાની અદાલતમાં ન્યાયાધીશ પાસે હોય. લવાદનો ચુકાદો અંતિમ રહેશે, જે તમને તથા Snapને બંધનકર્તા રહેશે.
ચ. ન્યાય-પંચ ટ્રાયલ મુક્તિ. તમે અને Snap અદાલતમાં જવા માટેના અને ન્યાયધીશ કે જૂરી સમક્ષ ખટલો ચલાવવાના કોઈપણ બંધારણીય અને કાયદાકીય અધિકારનો ત્યાગ કરો છો. આને બદલે તમે અને Snap લવાદ દ્વારા દાવાઓ અને વિવાદોનું નિરાકરણ લાવવાનું સ્વીકારો છો. વિવાદ પ્રક્રિયાઓ સામાન્ય રીતે અદાલતમાં લાગુ નિયમો કરતાં વધુ મર્યાદિત, વધુ કાર્યક્ષમ અને ઓછી ખર્ચાળ હોય છે અને અદાલત દ્વારા ખૂબ મર્યાદિત સમીક્ષાને આધિન હોય છે. તમારા અને Snap વચ્ચેના કાયદાકીય ખટલામાં લવાદે આપેલા ચુકદાને લાગુ કરવો કે હટાવવો હોય, તમે તથા Snap ન્યાય-પંચ દ્વારા ખટલો ચલાવવાના તમામ અધિકારોનો ત્યાગ કરો છો, અને જજ દ્વારા વિવાદનો ઉકેલ લાવવાનુ સ્વીકારો છો.
છ. વર્ગ અથવા એકીકૃત ક્રિયાઓનો હક જતો કરવો. આ લવાદ કરારની જોગવાઈ હેઠળના તમામ દાવા અને વિવાદનું લવાદીકરણ અથવા દાવા વ્યક્તિગત ધોરણે કરવાના રહેશે અને તે વર્ગ આધારિત નહિ હોય. કોઈ પણ ગ્રાહક અથવા વપરાશકર્તા દ્વારા દાવેદારી કરી શકાતી નથી અથવા સંયુક્ત રીતે સંમિશ્રિત કરી શકાતી નથી અથવા કોઈ પણ અન્ય ગ્રાહક અથવા વપરાશકર્તાની સાથે એકમત ન થઈ શકે. નોંધ લો કે આ કરારની બીજી કોઈ પણ જોગવાઈ, લવાદી કરાર અથવા ADR સેવાના નિયમો સમજૂતિ, યોગ્યતા અથવા અમલીકરણનો ત્યાગનો ઉકેલ કોઈ લવાદી દ્વારા નહિ પરંતુ માત્ર કોર્ટ દ્વારા લાવી શકાય છે. જો, વર્ગ અથવા એકીકૃત ક્રિયાઓનો હકત્યાગ અમાન્ય અથવા અમલ માટે અયોગ્ય માનવામાં આવે છે, તો તમે અથવા અમે લવાદ પ્રક્રિયા માટે હકદાર નથી; તેના બદલે તમામ દાવાઓ અને વિવાદોનો કલમ 18 માં નિર્ધારિત અદાલત દ્વારા ઉકેલવામાં આવશે.
જ. હકત્યાગનો અધિકાર. આ વિવાદ કરારમાં નિર્ધારિત કોઈપણ અધિકારો અને મર્યાદાઓનો, જેની સામે દાવો દાખલ કરવામાં આવ્યો છે, તે પક્ષ દ્વારા ત્યાગ થઈ શકે છે. આવા હકત્યાગ આ લવાદ કરારના કોઈપણ અન્ય ભાગને માફ અથવા અસર કરશે નહિ.
i. છોડી દેવું. તમે આ લવાદ કરારમાંથી હટી શકો છો. જો તમે આવું કરો, તો તમે અથવા Snap બંનેમાંથી કોઈ એકને મધ્યસ્થી સ્વીકારવા દબાણ કરી શકશે નહિ. લવાદ કરારમાંથી બહાર નીકળવા માટે તમારે તેમાં સામેલ થવાના 30 દિવસની અંદર Snap ને આના વિશે સૂચના આપવાની રહેશે. તમારી સૂચનામાં તમારું નામ અને સરનામું, તમારું Snapchat વપરાશકર્તા નામ અને તમે તમારું Snapchat અકાઉન્ટ સૅટ કરવા માટે ઉપયોગમાં લીધેલ ઇમેઇલ એડ્રેસ (જો તમારી પાસે હોય તો), અને તમે આ લવાદ કરારમાંથી બહાર નીકળવા માંગો છો તેવું સ્પષ્ટ નિવેદન સામેલ કરવું જરૂરી છે. અથવા તમે હટવા માગો છો તે મતલબની સૂચના ટપાલ દ્વારા આ સરનામા પર કરવી રહી: Snap Inc., Attn: Arbitration Opt-out, 3000 31st Street, Santa Monica, CA 90405, અથવા arbitration-opt-out @ snap.com પર હટવા સંબંધિત ઇમેઇલ નોટિસ મોકલવી.
ઞ. નાના દાવાઓની અદાલત. ઉપરોક્ત ત્યાગ કરવા છતાં, તમે અથવા Snap નાના દાવાની અદાલતમાં વ્યક્તિગત કાર્યવાહી કરી શકો છે.
k. લવાદી કરાર અસ્તિત્વ. તમારો Snap સાથેનો સંબંધ પૂર્ણ થાય તે પછી પણ લવાદી કરાર અમલમાં રહેશે.
19. એકમાત્ર સ્થળ
આ શરતો તમને અથવા Snap Inc. ને અદાલતમાં કેસ ચલાવવા માટે પરવાનગી આપે છે તે હદ સુધી, તમે અને Snap Inc. બંને સંમત છો કે કાનૂની દાવાઓ અને વિવાદો સહિત, બધા દાવા અને વિવાદો (કરાર, ત્રાસ અથવા અન્યથા) સહિત, અથવા શરતોથી સંબંધિત અથવા સેવાઓનો ઉપયોગ કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ માટે યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વિશેષ રૂપે મુકદ્દમા કરવામાં આવશે. જો, તેમ છતાં, તે અદાલતમાં મુકદ્દમા અંગે મૂળ અધિકારક્ષેત્રનો અભાવ હોય, તો પછી આવા તમામ દાવાઓ અને વિવાદો કૅલિફોર્નિયાની સુપિરિયર અદાલત, લોસ એન્જલસની કાઉન્ટીમાં વિશેષ રૂપે દાવા કરવામાં આવશે. તમે અને Snap Inc. બંને અદાલતોના વ્યક્તિગત અધિકારક્ષેત્ર માટે સંમતિ આપો છો.
20. કાયદાની પસંદગી
અમેરિકન સંઘીય કાનૂન દ્વારા જે હદ સુધી કૅલિફોર્નિયાના કાયદાઓની જગ્યા લેવામાં આવતી હોય તેના અપવાદ સિવાય કૅલિફોર્નિયાના કાયદાઓ પોતાના કાયદાઓના ટકરાવના સિદ્ધાંતો સિવાય આ શરતો અને તેમની વિષયવસ્તુમાંથી ઉદ્ભવતા કે તેની સાથે સંબંધિત હોય એવી આ શરતો અને કોઈ પણ દાવાઓ અને વિવાદો (પછી ભલે તે કરાર, હાનિ કે અન્ય પ્રકારે હોય) ને નિયંત્રિત કરે છે.
21. ગંભીરતા
જો આ શરતો જોગવાઈનો અમલ થઈ શકે તેમ ન હોવાનું જણાય, તો તે જોગવાઈને આ શરતોથી અલગ કરી દેવામાં આવશે અને તેનાથી કોઈ પણ બાકીની જોગવાઈઓની વૈધતા અને લાગુ થઈ શકવાની ક્ષમતા પર પ્રભાવ પડશે નહિ.
22. કૅલિફૉર્નિયાના નિવાસીઓ
જો તમે કેલિફૉર્નિયાના નિવાસી હો, તો કૅલ. સિ. કોડ § 1789.3 મુજબ, તમે કૅલિફૉર્નિયા ડિપાર્ટમૅન્ટ ઑફ કન્ઝ્યુમર અફેેયર્સના એકમ કમ્પલૅન્ટ આસિસ્ટનન્સ યુનિટને ફરિયાદ જણાવી શકો છો અથવા 1625 North Market Blvd., Suite N 112 Sacramento, CA 95834, લેખિતમાં સંપર્ક સાધી શકો છો અથવા (800) 952-5210 પર કૉલ કરી શકો છો.
23. અંતિમ શરતો
આ માર્ગદર્શિકા, વિભાગ 4 માં સંદર્ભિત વધારાની શરતો સહિત, તમારા અને Snap વચ્ચેના કરારને પૂર્ણ બનાવે છે, અને કોઈપણ અગાઉના કરારોથી ઉપર રહે છે. આ શરતો તૃતીય-પક્ષના લાભાન્વિતના કોઈ અધિકારોનું સર્જન કરતી નથી અથવા આવા અધિકારો પ્રદાન કરતી નથી. જો અમે આ શરતોની કોઈ જોગવાઈનો અમલ ન કરીએ તો તેને ત્યાગ ગણવામાં આવશે નહિ. અમે આ શરતો હેઠળ અમારા અધિકારોને સ્થાનાંતરિત કરવાનો અધિકાર અનામત રાખીએ છીએ અને અન્ય સંસ્થાનો ઉપયોગ કરીને સેવાઓ પૂરી પાડીએ છીએ, જો તે સંસ્થા આ શરતોને સમર્થન આપે. તમે અમારી સંમતિ વિના આ શરતો હેઠળના તમારાં કોઈ પણ અધિકારો અથવા બંધનો તબદીલ કરી શકશો નહિ. તમને સ્પષ્ટપણે આપવામાં આવેલ ન હોય એવા બધા અધિકારો અમે સુરક્ષિત રાખીએ છીએ.
અમારો સંપર્ક કરો
ટિપ્પણીઓ, પ્રશ્નો, ચિંતાઓ અથવા સૂચનોનું Snap સ્વાગત કરે છે. કૃપા કરીને અમારો સંપર્ક કરવા અહીં https://support.snapchat.com/ જુઓ.
Snap Inc. યુનાઇટેડ સ્ટેટ્સમાં 3000 31 સ્ટ્રીટ, સાન્ટા મોનિકા, કેલિફોર્નિયા 90405 પર સ્થિત છે.
Snap ગ્રુપ લિમિટેડની સેવાની શરતો
(જો તમે યુનાઇટેડ સ્ટેટ્સની બહાર રહો છો)
30 સપ્ટેમ્બર, 2021
સ્વાગત છે!
અમે આ સેવાની શરતો (જેને અમે “શરતો” કહીએ છીએ) ને ઘડી છે, જેથી વપરાશકર્તા તરીકે તમને જાણ થશે કે આપણી વચ્ચેના સંબંધોનું નિયમન કેવી રીતે થશે. શરતોમાં કાનૂની ભાષાનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાનો અમે સંપૂર્ણ પ્રયાસ કર્યો છે, છતાં એવી જગ્યાઓ છે કે જ્યાં આ શરતો હજી પણ પરંપરાગત કરારન જેવી જણાય શકે છે. તેના માટે એક સારું કારણ છે: આ શરતો તમારા અને Snap ગ્રુપ લિમિટેડ (“Snap”). વચ્ચે કાયદેસર રીતે બંધનકર્તા કરાર બનાવે છે. તેથી કૃપા કરીને તેમને કાળજીપૂર્વક વાંચો.
Snapchat, Bitmoji કે અમારી અન્ય ઉત્પાદનો કે સેવાઓનો ઉપયોગ આ શરતો (જેને અમે સામૂહિક રીતે "સેવાઓ") તરીકે ઓળખીએ છીએ, તેને આધીન છે. અલબત્ત, જો તમે તેનો સ્વીકાર નથી કરતા, તો પછી સેવાઓનો ઉપયોગ કરશો નહિ.
જો તમે યુનાઇટેડ સ્ટેટ્સની બહાર રહેતા હો અથવા તો તમારા વેપારનું મુખ્યસ્થળ યુનાઇટેડ સ્ટેટ્સની બહાર હોય, તો આ શરતો તમારી ઉપર લાગુ પડે છે. જો તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા હો અથવા જો તમારું વેપારનું મુખ્યસ્થળ યુનાઇટે સ્ટેટ્સમાં હોય તો, Snap Inc. તમને સેવાઓ આપે છે અને તમારા સંબંધોનું નિયમન Snap Inc. ની સેવાની સેવાની શરતો મુજબ થાય છે.
લવાદી સૂચના: જો તમે કોઈ વ્યવસાય વતી સેવાઓનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારો વ્યવસાય લવાદી કલમ દ્વારા બાધ્ય થઈ જશે જે આ શરતોમાં આગળ આવે છે.
1. આ સેવાઓનો ઉપયોગ કોણ કરી શકે
13 વર્ષથી નીચેની ઉંમરનું કોઈપણ નહીં (અથવા, તમારા દેશમાં સેવાઓના ઉપયોગ માટે વ્યક્તિની લઘુતમ ઉંમર, જો 13 વર્ષથી વધુ હોય તો તે). જો તમે 18 વર્ષથી ઓછી ઉંમરના હો (અથવા તમારા દેશમાં પુખ્તવય માટેની કાયદેસરની ઉંમર), તો તમે તમારા માતા-પિતા કે કાયદેસરના વાલીની આગોતરી મંજૂરી સાથે જ આ સેવાઓનો ઉપયોગ કરી શકો છો. કૃપા કરીને એ વાતની ખાતરી કરો કે સેવાઓના વપરાશ પહેલાં તમારા માતા-પિતા અથવા વાલીએ આ શરતો વાંચી છે અને તમારી સાથે તેની ચર્ચા કરી છે. અમે વધારાની શરતો સાથે અતિરિક્ત સેવાઓ પ્રદાન કરી શકીએ છીએ જેનો ઉપયોગ કરવા માટે તમારે ઉંમરમાં મોટાં હોવાની જરૂર પડી શકે છે. તેથી કૃપા કરીને બધી શરતો કાળજીપૂર્વક વાંચો. આ સેવાઓના વપરાશ દ્વારા, તમે એવી રજૂઆત કરો છો, ખાતરી આપો છો અને જણાવો છો કે:
તમે Snap સાથે બાધ્ય કરાર કરી શકો છો;
તમે એવી વ્યક્તિ નથી જેને અમેરિકા, યુનાઇટેડ કિંગડમ અથવા અન્ય કોઈ પણ લાગુ પડતા ન્યાયક્ષેત્રના કાયદાઓ હેઠળ સેવાઓનો વપરાશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હોય, જેમાં દાખલા તરીકે, જો તમે યુ.એસ. ટ્રેઝરી વિભાગના વિશિષ્ટ રીતે નિર્દિષ્ટ નાગરિકોની યાદીમાં દેખાતા નથી અથવા અન્ય કોઈ સમાન પ્રતિબંધનો સામનો કરતા હો તો તેનો પણ સમાવેશ થાય છે;
તમે સેક્સને લગતા કોઈ ગુનાના આરોપી જાહેર થયા નથી; અને
તમે આ શરતો અને તમામ લાગુ પડતા સ્થાનિક, રાજ્ય સ્તરના, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ, નિયમો અને વિનિયમોનું પાલન કરશો.
જો તમે કોઈ વાણિજ્યક અથવા અન્ય કોઈ સંસ્થા વતી સેવાઓનો ઉપયોગ કરી રહ્યા હો, તો તમે એ વાત જણાવો છો કે વાણિજ્યક અથવા અન્ય કોઈ સંસ્થા વતી આ શરતો મુજબ બાધ્ય કરાર કરવા અધિકૃત છો અને વાણિજ્યક અથવા કોઈ સંસ્થા વતી આ શરતો સાથે સહમત છો (અને આ શરતોમાં "તમે" તથા "તમારા" અંતિમ વપરાશકર્તા તરીકે તમને તથા વાણિજ્ય કે અન્ય સંસ્થા સંદર્ભે).
2. અમે તમને આપેલા અધિકારો
તમારી અને અમારી વચ્ચેમાં, Snap (અને તેને લાઇસન્સ આપનાર) આ સેવાઓના માલિક છે, જેમાં તમામ પ્રકારની માલિકી કન્ટેન્ટ, માહિતી, ઘટક, સોફ્ટવૅર, તસવીરો, લખાણ ગ્રાફિક (જેમાં કોઈ બિટમોજી અવતાર, જે અમારા દ્વારા પૂરા પાડવામાં આવેલા દૃશ્ય તત્વોને એકઠા કરીને બનાવવામાં આવ્યા હોય), સચિત્ર, લૉગો, પેટન્ટ, ટ્રૅડમાર્ક, સેવા ચિહ્નો, કૉપીરાઇટ, તસવીરો, ઓડિયો, વીડિયો, સંગીત તથા સેવાનો "દેખાવ અને અનુભૂતિ", તથા અન્ય સંબંધિત બૌદ્ધિક સંપદા અધિકાર. Snap તમને સેવાઓના વપરાશ માટે વિશ્વવ્યાપક, હકસાઈ-મુક્ત, સોંપી ન શકાય તેવા, અપવર્જક, પાછા ખેંચી શકાય તેવા, અને ગૌણ પરવાનગી વગરનો પરવાનો આપે છે. આ શરતો અને અમારી નીતિઓ જેમ કે અમારી કૉમ્યુનિટી માર્ગદર્શિકા અને Snapchat પર સાઉન્ડની માર્ગદર્શિકા માં જણાવ્યા મુજબ સેવાઓને માણવા માટેના એકમાત્ર હેતુસર આ પરવાનો આપવામાં આવ્યો છે. આ શરતોમાં અધિકૃત ન હોય તેવી રીતોથી તમે આ સેવાઓનો ઉપયોગ નહિ કરો. અથવા તમે આમ કરવામાં બીજા કોઈની મદદ કરી શકશો નહિ.
3. તમે અમને આપેલા અધિકારો
અમારી ઘણી સેવાઓ તમને કન્ટેન્ટ બનાવવા, અપલોડ કરવા, પોસ્ટ કરવા, મોકલવા, પ્રાપ્ત કરવા અને સંગ્રહ કરવા દે છે. જ્યારે તમે તે કરો છો, ત્યારે તમે તે કન્ટેન્ટમાં પહેલાની જેમ જે તેનો માલિકી હક જાળવી રાખો છો. પરંતુ તમે તે કન્ટેન્ટનો ઉપયોગ કરવા માટે અમને પરવાનગી આપો છો. તે પરવાનો કેટલું વ્યાપક છે તે તમે કઈ સેવાઓનો ઉપયોગ કરો છો અને તમે પસંદ કરેલ સેટિંગ પર આધાર રાખે છે.
તમે સેવાઓ માટે જે કોઈ કન્ટેન્ટ આપો છો, તેના માટે Snap તથા અમારા સહયોગીઓને વિશ્વવ્યાપી, હકસાઈ-મુક્ત, પેટા પરવાનગી આપી શકાય તેવા, તબદીલીને પાત્ર, કન્ટેન્ટને હોસ્ટ, સંગ્રહ, કૅશ, વપરાશ, દેખાડવાના, પુનઃઉત્પાદિત કરવાના, સુધાર કરવાના, ફેરફાર કરવાના, સંપાદિત કરવાના, પ્રકાશિત કરવાના, વિશ્લેષણ કરવાના, પ્રસારિત કરવાના તથા વિતરીત કરવાના અધિકાર આપો છો. આ પરવાનગી સેવાઓના સંચાલન, વિકાસ, પ્રદાન, પ્રોત્સાહન અને સુધારણા અને સંશોધન અને નવા વિકાસ માટેના મર્યાદિત હેતુ માટે છે. આ પરવાનગીમાં તમારી કન્ટેન્ટ અમારી સાથે કરારબદ્ધ સંબંધ ધરાવનારા સેવા પ્રદાતાઓને ઉપલબ્ધ કરાવવાની કે તેમના સુધી પહોંચાડવાનો અધિકાર પણ સમાવિષ્ટ છે, જે માત્ર અને માત્ર સેવા આપવા પૂરતો મર્યાદિત હશે.
સબમિટ કરેલ સ્ટોરી જે દરેક જોઈ શકે એવી રીતે સૅટ કરી હોય તેમજ કન્ટેન્ટ જે તમે જાહેર સેવાઓ પર સબમિટ કરો છો, જેમ કે જાહેર પ્રોફાઇલ, Snap નકશા અથવા લેન્સ સ્ટુડિયો અમે તેને "સાર્વજનિક કન્ટેન્ટ" કહીયે છીએ. કારણ કે જાહેર કન્ટેન્ટ સ્વાભાવિક રીતે જાહેર છે, તમે Snap, અમારા સહયોગીઓ, સેવાઓના અન્ય વપરાશકર્તાઓ અને અમારા વ્યાપારી ભાગીદારોને અગાઉના ફકરામાં બિન-જાહેર સામગ્રી માટે તેમજ વિશ્વવ્યાપી, હકસાઈ-મુક્ત તમામ અધિકારો આપો છો, અને પાછા ન ખેંચી શકાય તેવા અધિકાર તથા તમારી જાહેર કન્ટેન્ટ (જેમાં અલગ વીડિયો, તસવીર, સાઉન્ડ રેકર્ડિંગ અથવા સંગીતની ધૂન પણ સામેલ હોય) તેને કોઈપણ સ્વરૂપમાં અને કોઈ અથવા દરેક મીડિયા અથવા અત્યારે પ્રચલિત વિતરણના માધ્યમ કે ભવિષ્યમાં વિકસાવવામાં આવે તેના પરથી તૈયાર કરવામાં આવેલી કન્ટેન્ટનો પ્રચાર કરવાના, પ્રદર્શિત કરવાના, પ્રસારિત કરવાના, સિન્ડિકેટ કરવાના, પુનઃઉત્પાદિત કરવાના વિતરીત કરવાના, સંકલિત કરવાના, તેની ઉપર ગ્રાફિક મૂકવાના કે તેને ઓડિયો ઇફેક્ટ આપવાના અધિકાર આપો છો. જ્યારે તમે કોઈ સાર્વજનિક કન્ટેન્ટ (જેમાં Bitmoji પણ સમાવિષ્ટ છે)નું સર્જન કરો છો, અપલોડ કરો છો, પોસ્ટ કરો કે મોકલો છો, જેમાં તમે દેખાતા હો, કે તમારી સાર્વજનિક કન્ટેન્ટમાં બીજું કોઈ દેખાતું હોય તો નામ, પસંદ અને અવાજનો વપરાશના તમે Snap, અમારા સહયોગીઓ, સેવાઓના અન્ય વપરાશકર્તાઓ, અમારા વાણિજ્યક ભાગીદારોને અમર્યાદિત, વિશ્વવ્યાપી, હકસાઈ-મુક્ત અને અને પાછા ન ખેંચી શકાય તેવા અધિકાર આપો છો. આનો અર્થ છે, અન્ય બાબતોમાં, તમે તમારી કન્ટેન્ટ, વીડિયો, તસવીરો, સાઉન્ડ રેકોર્ડિંગ, સંગીતની ધૂનો, નામ, પસંદગી, અથવા અવાજના અમારા, અમારા સહયોગીઓ, સેવાઓના વપરાશકર્તાઓ, અથવા અમારા વાણિજ્યક ભાગીદારો દ્વારા ઉપયોગ માટે તમે કોઈ વળતરના અધિકારી નહિ બનો, સેવાઓ પરની સાર્વજિક કન્ટેન્ટ, જેટલો સમય સેવાઓ પર સાર્વજિક સમય રહેશે તેટલા માટે અને તમે સેવાઓ પરથી સાર્વજનિક કન્ટેન્ટને હટાવો કે ડિલીટ કરો તેટલા વ્યાજબી સમય માટે (જોકે અમે તમારી સાર્વજનિક કન્ટેન્ટની અનિશ્ચિતકાળ માટે સર્વર પર નકલો રાખી શકીએ છીએ) પરવાનગી આપો છો. તમારી કન્ટેન્ટ કોણ જોઈ શકે છે તે માટે કેવી રીતે અનુકૂળ કરવી તે વિશેની માહિતી માટે, કૃપા કરી અમારી ગોપનયતા નીતિ અને સપોર્ટ સાઇટ પર એક નજર નાખો. તમારી દરેક સાર્વજનિક કન્ટેન્ટ 13 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે હોવી જોઈએ.
કાયદા માટે મંજૂર હોય તે હદ સુધી, તમે પાછા ન ખેંચી શકાય તે રીતે - અથવા Snap કે તેના સહયગીઓ પર હકદાવો- સેવાઓ પર વિશ્વભરમાં વિતરણ બદલ કોઈ નૈતિક અધિકાર કે અન્ય પ્રકારના અધિકાર જતા કરવા માટે સહમત થાવ છો.
અમારા માટે અનિવાર્ય નથી, છતાં એવી કોઈપણ કન્ટેન્ટ (i) જે અમને લાગે કે શરતોનો ભગ કરતી હોય, કલમ 4 હેઠળની વધારાની શરતો સહિત, અથવા અમારી નીતિઓ જેમ કે કૉમ્યુનિટીના માર્ગદર્શિકા કે (ii) જો જરૂરી હોય તો કાયદાકીય જવાબદારીઓનનું પાલન કરવા માટ ઍક્સેસ, સમીક્ષા, તપાસ તથા ડિલીટ કરવાના અધિકાર અમે અબાધિત રાખીએ છીએ. જો તમે સેવા દ્વારા બનાવેલ, અપલોડ, પોસ્ટ, મોકલો અથવા સંગ્રહ કરો છો તે કન્ટેન્ટ માટે તમે એકલા જવાબદાર રહેશો.
અમે, Snap Inc., અમારા સહયોગીઓ તથા અમારા તૃતીય-પક્ષીય ભાગીદારો દ્વારા સેવાઓ પર જાહેરાત મૂકવામાં આવી શકે છે, જેમાં વ્યક્તિગત જાહેરાતનો પણ સમાવેશ થાય છે- જ્યાં જરૂરિયાત હોય, તમારી સહમતિ સાથે - જે તમે અમને આપેલી માહિતીના આધારે, અમે એકઠી કરીએ છીએ અથવા અમે તમારા વિશે મેળવીએ, તેના પર આધારિત હશે. ક્યારેક તમારી કન્ટેન્ટની પાસે, વચ્ચે કે ઉપર જાહેરાત દેખાય શકે છે.
અમે હંમેશા અમારા વપરાશકર્તાઓ પાસેથી સાંભળવાનું પસંદ કરીએ છીએ. પરંતુ જો તમે પ્રતિસાદ અથવા સૂચનો પ્રદાન કરો છો, તો આપની જાણ ખતાર અમે તમને વળતર આપ્યા વિના, અને તમને કોઈ પ્રતિબંધ અથવા જવાબદારી વિના તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે એ વાત સાથે સહમત થાવ છો કે આવા પ્રતિસાદ અને સૂચનોના આધાર ઉપર અમે જે કોઈ કન્ટેન્ટ અથવા બાબત તૈયાર કરીએ તેની ઉપર સંપૂર્ણપણે અમરો અધિકાર રહેશે.
4. વિશિષ્ટ સેવાઓ માટેની વધારાની શરતો
Snap શરતો અને નીતિઓ પેજમાં નોંધવામાં આવેલી શરતો અને નીતિઓના પેજ પર અથવા ચોક્કસ સેવાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલી માર્ગદર્શિકા લાગુ થશે. જો તમે એ સેવાઓનો ઉપયોગ કરો, તો તે વધારાની શરતો પણ આ શરતોનો ભાગ બની રહે છે. જો કોઈ વધારાની શરતો લાગુ પડતી હોય અને તે આ શરતો સાથે વિરોધાભાસી હોય, તો તમે જે સેવાઓ વાપરી રહ્યા છો, તેના માટેની વધારાની શરતો માન્ય રહેશે.
5. ગોપનીયતા
તમારી ગોપનીયતા અમારા માટે મહત્વપૂર્ણ છે. તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો, ત્યારે તમારી માહિતીને કેવી રીતે સંચાલિત કરવામાં આવે છે તેના વિશે અમારી ગોપનીયતા નીતિ વાંચીને જાણી શકો છો.
6. અન્યોની કન્ટેન્ટ
અમારી સેવાઓ પરની મોટાભાગની કન્ટેન્ટ વપરાશકર્તાઓ, પ્રકાશકો અને અન્ય તૃતીય-પક્ષ દ્વારા તૈયાર કરવામાં આવી છે. પોસ્ટ કરવામાં આવેલી કન્ટેન્ટ જાહેર જનતા માટે મૂકવામાં આવી છે કે ગુપ્ત રીતે મોકલવામાં આવી હોય, તેની જવાબદારી સબમીટ કરનાર વપરાશકર્તા અથવા સંસ્થાની રહેશે. સેવાઓ પર દેખાતી તમામ કન્ટેન્ટની સમીક્ષા કરવાની કે હટાવવાનો અધિકાર Snap અબાધિત રાખે છે, છતાં અમે દરેક કન્ટેન્ટની સમીક્ષા કરતા હોય તે જરૂરી નથી. આથી અમે ખાતરી આપી ન શકીએ- અને ખાતરી આપતા નથી કે અન્ય વપરાશર્તા અને તેમના દ્વારા પૂરી પાડવામાં આવેલી કન્ટેન્ટ કૉમ્યુનિટી માર્ગદર્શિકા અથવા શરતોનું પાલન કરતી હશે.
7. સેવાઓ તથા Snapના અધિકારોનું સન્માન
તમારે Snap ના અધિકારોનું સન્માન કરશો તથા Snapchat બ્રાન્ડ માર્ગદર્શિકા, Bitmoji બ્રાન્ડ માર્ગદર્શિકા તથા અન્ય કોઈ માર્ગદર્શિકા, સપોર્ટ પેજ અથવા Snap કે અમારા સહયોગીઓ દ્વારા પ્રકાશિત વારંવાર પૂછાતા સવાલોનું પાલન કરશો. આનો અર્થ એ થયો કે, નીચેની બાબતો નહિ કરો, કરવા માટે પ્રયાસ નહિ કરો અથવા તો અન્ય કોઈને એમ કરવા માટે પ્રોત્સાહિત નહિ કરો:
શરતો Snap અથવા અમારા સહયોગીઓ દ્વારા પ્રકાશિત Snapchat બ્રાન્ડ માર્ગદર્શિકા, Bitmoji બ્રાન્ડ માર્ગદર્શિકા અથવા અન્ય કોઈ બ્રાન્ડ માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે મંજૂર હોય તે સિવાય, સેવાઓ દ્વારા Snap દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતું બ્રાન્ડિંગ, લૉગો, ચિહ્નો, યૂઝર ઇન્ટરફેસના એલિમૅન્ટ, ડિઝાઇન, તસવીરો, વીડિયો અથવા અન્ય કોઈ કન્ટેન્ટનો વપરાશ નહિ કરો;
Snap અથવા અમારા સહયોગીઓના કૉપીરાઇટ, ટ્રૅડમાર્ક તથા અન્ય કોઈ બૌદ્ધિક સંપદા અધિકારનો ભંગ નહિ કરો કે તેમાં દખલ નહિ આપો;
સેવાઓ પરની સામગ્રી અથવા સેવાઓનનો ઉપયોગ નકલ, સુધાર, સંગ્રહ, ડાઉનલોડ, અપલોડ, સાર્વજનિક, વિતરીત, વેચાણ, લિઝ, સિન્ડિકેટ, પ્રસારિત, પરફોર્મ, પ્રદર્શન, ઉપલબ્ધ કરાવવા કે તેના પરથી સર્જન માટે નહીં કરો, સિવાય કે દેખાડવા માટે તમારા વેબ બ્રાઉઝર દ્વારા આપોઆપ હંગામી ધોરણે તૈયાર કરવામાં આવતી કૅશ ફાઇલ, અથવા આ શરતોમાં સ્પષ્ટપણે દર્શાવ્યા મુજબ, અથવા લેખિતમાં વ્ય્કત રીતે મંજૂર થયેલ, અથવા સેવાઓને કામ કરવા માટે તેને શરૂ કરવામાં આવી હોય;
તમારા માટે એક કરતાં વધુ અકાઉન્ટ બનાવશો, જો અમે તમારા અકાઉન્ટને નિષ્ક્રિય કરીએ તો બીજું અકાઉન્ટ બનાવો, અનઅધિકૃત તૃતીય-પક્ષ ઍપ્લિકેશન દ્વારા સેવાઓ મેળવવા માટેનો પ્રયાસ નહીં કરો, અન્ય વપરાશકર્તા પાસેથી લૉગઇનની ઓળખ મેળવવા પ્રયાસ, તમારા અકાઉન્ટ, વપરાશકર્તા નામ, Snaps અથવા મિત્ર લિંકના ઍક્સેસ, ખરીદશો, વેંચશો, ભાડે આપશો કે પટ્ટા પર આપશો નહીં;
સેવાના સોફ્ટવૅર અથવા તો સોર્સકોડ મેળવવા માટે રિવર્સ એંજિનિયર ડુપ્લિકેટ, છૂટા પાડવા, વિઘટીત કરવા અથવા તો સેવાઓને સમજવા (જેમાં કોઈ મુખ્ય વિચાર કે અલ્ગૉરિધમ હોય);
સેવાઓ સુધી પહોંચવા માટે અથવા અન્ય વપરાશકર્તાની માહિતી પ્રાપ્ત કરવા માટે કોઈ રૉબૉટ, સ્પાઇડર, ક્રૉલર, સ્ક્રૅપર કે અન્ય સ્વયંસંચાલિત પદ્ધતિઓ કે ઇન્ટરફેસનો ઉપયોગ કરશો નહિ;
તૃતીય-પક્ષની એવી કોઈ ઍપ્લિકેશનનો ઉપયોગ કરશો નહિ, જે અમારી લેખિત સંમતિ વિના સેવાઓ અથવા અન્ય વપરાશકર્તાઓના કન્ટેન્ટ કે માહિતી સાથે સંવાદ કરે;
સેવાઓનનો ઉપયોગ એવી રીતે કરવો કે જેથી કરીને તે અન્ય વપરાશકર્તા દ્વારા સેવાઓના સંપૂર્ણ આનંદમાં દખલ, વિક્ષેપ, નકારાત્મક અસર કે અટકાવ ઊભો કરે;
વાઇરસ અપલોડ કરવા કે અન્ય મલીન કોડ કે અન્ય કોઈ રીત કે જેથી કરીને સેવાની સુરક્ષાવ્યવસ્થા સાથે ચેડા થાય, તેને ટાળે અથવા તો છેતરે;
અમે જેમનો ઉપયોગ કરી એવી કન્ટેન્ટને ફિલ્ટર કરતી કોઈ પણ તરકીબોને યુક્તિ-પ્રયુક્તિથી અવરોધવાની કોશિશ કરશો નહિ અથવા સેવાઓનાં કે ભાગો કે ફીચર્સ ઍક્સેસ કરવાની તમને પરવાનગી ન હોય તે ઍક્સેસ કરવાનો પ્રયત્ન કરશો નહિ;
અમારી સેવા કે અન્ય સિસ્ટમ કે નેટવર્કની સંવેદનશીલતાને તપાસશો, પસાર કરશો કે પરીક્ષણ કરશો;
અમારી સેવાઓ મેળવા માટે લાગુ પડતા કોઈ કાયદા કે વિનિયમનનો ભંગ નહિ કરો; અથવા
આ શરતો અથવા આ શરતો દ્વારા વ્યક્ત રીતે મંજૂર કરવામાં ન આવી હોય અથવા અમારી કૉમ્યુનિટી માર્ગદર્શિકામાં વ્યક્ત રીતે મંજૂર કરવામાં ન આવી હોય તેવી સેવાઓ ઍક્સેસ કરવાનો કે વાપરવાનો પ્રયાસ નહિ કરો.
8. અન્યોના અધિકારોનો આદર કરવો
Snap બીજાના હક્કોનું સન્માન કરે છે. અને તમારે પણ કરવો જોઈએ. જેનાથી કોઈના પ્રચાર, ગોપનીયતા, કૉપીરાઇટ, ટ્રૅડમાર્ક કે અન્ય કોઈ બૌદ્ધિક સંપદાના અધિકારનો ભંગ થાય અથવા તો તેમાં દખલ થાય તે રીતે આ સેવાઓનો ઉપયોગ ન કરવો જોઈએ અથવા અન્ય કોઈને તેમ કરવા માટે સક્ષમ ન બનાવવા જોઈએ. જ્યારે તમે સેવા માટે કોઈ કન્ટેન્ટ આપો ત્યારે તમારે એ વાતની ખાતરી કરવી રહી કે તમે તે કન્ટેન્ટના માલિક છો અને તેને સોંપવા માટે તમે જરૂરી મંજૂરીઓ, પરવાનગીઓ અને અધિકૃતિ મેળવેલી છે, આ માટે તમે જ જવાબદાર છો (જો લાગુ પડતું હોય, તો સામેલ છે, કોઈ સાઉન્ડ રેકોર્ડિંગમાં સમાવિષ્ટ સંગીતકાર્યના તકનીકી પુનઃઉત્પાદનના અધિકાર, કોઈપણ કન્ટેન્ટની કોઈપણ ધૂનનું સમકાલન, કોઈપણ ધૂન અથવા સાઉન્ડ રેકોર્ડિંગનું જાહેરમાં કામગીરી, અથવા કોઈ સંગીત માટે લાગુ પડતા અન્ય અધિકાર જે Snap દ્વારા પૂરા પાડવામાં આવ્યા ન હોય, પરંતુ તમારી કન્ટેન્ટમાં સામેલ હોય) તમારી કન્ટેન્ટ માટેની આ શરતોમાં આપવામાં આવેલા અધિકારો તથા લાઇસન્સો. તમે એ વાત સાથે પણ સહમત થાવ છો કે Snap તથા તેના સહયોગીઓ દ્વારા આપવામાં આવેલી મંજૂરી વગર અન્ય કોઈ વપરાશકર્તાનું અકાઉન્ટ વાપરશો નહીં અથવા વાપરવાનો પ્રયાસ નહીં કરો.
Snap કૉપીરાઇટના કાયદાઓનું સન્માન કરે છે, જેમાં ડિજિટલ મિલેનિયમ કૉપીરાઇટ ઍક્ટનો પણ સમાવેશ થાય છે તથા તેનો ભંગ કરતી કોઈ કન્ટેન્ટ અમારી જાણમાં આવે તો તેને અમારી સેવાઓમાંથી તત્કાળ દૂર કરવા માટેનો પ્રયાસ કરીએ છીએ. જો Snap ને માલૂમ પડશે કે વપરાશકર્તા દ્વારા વારંવાર કૉપીરાઇટનો ભંગ કરવામાં આવ્યો છે, તો વપરાશકર્તાનું અકાઉન્ટ રદ કરવા માટે અમારા અખત્યાર હેઠળના જરૂરી વ્યાજબી પગલા લઈશું. જો તમને લાગે છે કે સેવાઓ પરની કોઈપણ વસ્તુ તમારા માલિકીના અથવા નિયંત્રણમાં રહેલા કૉપીરાઇટનું ઉલ્લંઘન કરે છે, તો કૃપા કરીને આ ટૂલ દ્વારા ઉપલબ્ધ ફોર્મનો ઉપયોગ કરીને તેની જાણ કરો. અથવા તો તમે અમારા નિર્ધારિત એજન્ટને નોટિસ આપી શકો છો: Snap Inc., Attn: Copyright Agent, 3000 31st Street, Santa Monica, CA 90405, ઇમેઇલ: copyright @ snap.com. આ ઇમેઇલ સરનામાંને કોપિરાઇટના ઉલ્લંઘનની જાણ કરવા સિવાયના અન્ય કંઈપણ માટે ઉપયોગ કરશો નહીં, કારણ કે આવા ઇમેઇલને અવગણવામાં આવશે. સેવાઓ પર અન્ય પ્રકારના ભંગને રિપૉર્ટ કરવા માટેનું સાધન અહીંથી ઍક્સેસ થઈ શકે છે. જો તમે અમારા કૉપીરાઇટ એજન્ટ પાસે નોટિસ ફાઇલ કરો તો તે નોટિસ:
કૉપીરાઇટના માલિક તરફથી કાર્યવાહી કરવા માટે અધિકૃત વ્યક્તિની ભૌતિક અથવા ઇલેક્ટ્રૉનિક સહી ધરાવતી હોવી જોઈએ;
જેનું ઉલ્લંઘન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હોય એવા કૉપીરાઇટયુક્ત કાર્યને ઓળખતી હોવી જોઈએ;
જેનાથી ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવે અથવા ઉલ્લંઘની પ્રવૃત્તિનો વિષય બન્યો હોવાનો દાવો કરવામાં આવે અને જેને દૂર કરવાનું હોય અથવા જેના સુધીની પહોંચ દૂર કરવાની હોય અને જે સાહિત્યને અમે શોધી શકીએ તે માટે માહિતી વાજબી રીતે પર્યાપ્ત હોય તેવા સાહિત્યને લગતી હોવી જોઈએ;
તમારા સરનામા, ટેલિફોન નંબર અને ઇમેલ ઍડ્રેસ સહિતની તમારા સંપર્કની માહિતી પૂરી પાડતી હોવી જોઈએ;
કન્ટેન્ટનો જે રીતે ઉપયોગ થવા વિશે તમે ફરિયાદ કરી હોય તે માટે કૉપીરાઇટ ધારક, તેમના એજન્ટ અથવા કાનૂન દ્વારા આવો ઉપયોગ અધિકૃત નથી એવું તમે વિશ્વાસપૂર્વક માનો છો એવું વ્યક્તિગત નિવેદન પૂરું પાડતી હોવી જોઈએ; અને
અધિસૂચનામાંની માહિતી ચોકસાઈપૂર્વકની છે અને ખોટી જુબાની આપવા માટે દંડ હેઠળ તમે કૉપીરાઇટ ધારક તરફથી કાર્યવાહી કરવા માટે અધિકૃત છો એવું નિવેદન પૂરું પાડતી હોવી જોઈએ.
9. સલામતી
અમારી સેવાઓને બધા વપરાશકર્તાઓ માટે સુરક્ષિત સ્થાન રાખવા માટે અમે સખત પ્રયાસ કરીએ છીએ. પરંતુ અમે તેની ખાતરી આપી શકતા નથી. એટલે તમારી ભૂમિકા બની રહે છે. તમે આ સેવાઓના વપરાશ દ્વારા, સહમત થાવ છો કે તમે હંમેશા આ શરતો, જેમાં અમારી કૉમ્યુનિટી માર્ગદર્શિકા સેવાઓની સલામતી જાળવી રાખવા માટે Snap દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી અન્ય કોઈ નીતિઓ પણ સામેલ છે, તેનું પાલન કરશો.
જો તમે તેનું પાલન કરવામાં નિષ્ફળ રહો તો, અમે મર્યાદાભંગ કરતી કન્ટેન્ટને હટાવવાની, તમારા અકાઉન્ટને રદ કરવાની અથવા તો તેની દૃશ્યતાને મર્યાદિત કરવાના, તથા તૃતીય-પક્ષકારો - જેમાં કાયદોવ્યવસ્થા લાગુ કરતા સંગઠનો પણ સામેલ છે - જેવા તૃતીય-પક્ષકારોને તમારા અકાઉન્ટ વિશે માહિતી આપવાનો અધિકાર અનામત રાખીએ છીએ. અમારા વપરાશકર્તાઓ તથા અન્યોની સંભવિત શરતભંગને લાગુ કરવા, કોઈ ઠગાઈ કે સુરક્ષા સંબંધિત બાબતને શોધવા તથા તેને ઉકેલવા માટે તપાસ અને સુધાર જેવા પગલા લેવા પડી શકે છે.
અમારી સેવાઓનો ઉપયોગ કરતી વખતે અમે તમારી ભૌતિક સલામતીની પણ કાળજી રાખીએ છીએ. તેથી અમારી સેવાઓનો ઉપયોગ એવી રીતે કરશો નહિ કે જે તમને યાતાયાત અથવા સલામતી કાયદાઓનું પાલન કરવાથી વિચલિત કરે. દાખલા તરીકે, વાહન ચલાવતી વખતે ક્યારેય અમારી સેવાઓનો ઉપયોગ ન કરો. અને Snap લેવા માટે ક્યારેય તમારી અથવા બીજાની જાને નુકસાન થાય તેવી સ્થિતિમાં ન મૂકશો.
10. તમારું અકાઉન્ટ
અમુક સેવાઓનો ઉપયોગ કરવા માટે, તમારે એક અકાઉન્ટ બનાવવાની જરૂર છે. તમે અમને તમારા અકાઉન્ટ માટે સચોટ, સંપૂર્ણ અને અપડેટ કરેલી માહિતી આપવા માટે સહમત થાઓ છો. તમારા અકાઉન્ટમાં થતી કોઈપણ પ્રવૃત્તિ માટે તમે જવાબદાર છો. તેથી તે મહત્વપૂર્ણ છે કે તમે તમારું અકાઉન્ટ સુરક્ષિત રાખો. આ કરવાની એક રીત એ છે કે એક મજબૂત પાસવર્ડ પસંદ કરવો કે જેનો ઉપયોગ તમે બીજા કોઈપણ અકાઉન્ટ માટે નથી કરતા. જો તમને લાગે કે કોઈકે તમારા અકાઉન્ટમાં પ્રવેશ મેળવ્યો છે, તો કૃપા કરીને તરત જ સપૉર્ટ પર પહોંચો. કોઈપણ સૉફ્ટવેર જે અમે તમને પ્રદાન કરીએ છીએ તે આપમેળે અપગ્રેડ, અપડેટ અથવા અન્ય નવી સુવિધાઓ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકે છે. તમે તમારા ઉપકરણની સૅટિંગ દ્વારા આ સ્વચાલિત ડાઉનલોડને સમાયોજિત કરી શકો છો. જો તમે અમારી સેવાઓમાંથી અગાઉથી તમને અથવા તમારા અકાઉન્ટને દૂર અથવા પ્રતિબંધિત કરી દીધો હોય તો તમે કોઈ અકાઉન્ટ ન બનાવવા માટે સંમત થાઓ, સિવાય કે અમે અન્યથા સંમતિ આપીએ.
11. યાદો
યાદો એ અમારી ડેટા સંગ્રહ સેવા છે જે તમારા માટે કોઈપણ સમયે, ક્યાંય પણ યાદ અપાવવાનું સરળ બનાવે છે. આ શરતોથી સંમત થઈને, તમે આપમેળે યાદોને સક્ષમ કરો છો. એકવાર યાદો સક્ષમ થયા પછી, તે તમારા Snapchat અકાઉન્ટને જાળવી રાખશો ત્યાં સુધી તે સક્ષમ રહેશે. પરંતુ તમે સૅટિંગમાં યાદોની કેટલીક સુવિધાઓ બંધ કરી શકો છો.
અમે યાદો સાથે આપેલા વિકલ્પોમાંથી એક પાસકોડ સૅટ કરીને પ્રતિબંધિત ક્ષેત્ર બનાવવાની ક્ષમતા છે, જે પિન અથવા પાસફ્રેઝ અથવા અન્ય કોઈ પદ્ધતિ હોઈ શકે છે. આ ઉપકરણ-લોક વિકલ્પ જેવું જ છે જે તમે તમારા મોબાઇલ ઉપકરણ પર વાપરી રહ્યા છો; પાસકોડ સૅટ કરીને, તમે એવી શક્યતા ઓછી કરો છો કે બીજી વ્યક્તિ જે તમારા ઉપકરણને પકડી રાખે છે તે જોઈ શકશે કે તમે યાદીના પ્રતિબંધિત વિસ્તારમાં શું સાચવ્યું છે. પરંતુ અહીં એક મોટી ચેતવણી છે: જો તમે તમારો યાદો પાસકોડ ગુમાવો અથવા ભૂલી જાઓ છો, અથવા જો તમે ઘણી વખત ખોટી રીતે દાખલ કરો છો, તો તમે યાદોના પ્રતિબંધિત ક્ષેત્રમાં સાચવેલ કોઈપણ કન્ટેન્ટની એક્સેસ ગુમાવશો. અમે આ પ્રતિબંધિત વિસ્તાર માટે કોઈપણ પાસકોડ પુન પ્રાપ્તિ સુવિધાઓ આપતા નથી. તમે તમારો પાસકોડ યાદ રાખવા માટે સંપૂર્ણપણે જવાબદાર છો. પાસકોડ પર વધુ વિગતો માટે કૃપા કરીને અમારી સપોર્ટ સાઇટ પર જાઓ.
સંચાલકીય ભૂલ અથવા તમારા અકાઉન્ટને સમાપ્ત કરવાના અમારા અંત અંગેના નિર્ણય સહિત, યાદોની તમારી કન્ટેન્ટ ઘણાં કારણોસર અનુપલબ્ધ થઈ શકે છે. અમે વચન આપી શકતા નથી કે તમારી કન્ટેન્ટ હંમેશા ઉપલબ્ધ રહેશે, અમે તમને યાદોમાં સાચવવાની કન્ટેન્ટની એક અલગ કોપિ રાખવાની ભલામણ કરીએ છીએ. અમે કોઈ વચન આપતા નથી કે યાદો તમારી સ્ટોરેજની ચોક્કસ જરૂરિયાતોને સમાવવા માટે સક્ષમ હશે. યાદો માટે સંગ્રહ મર્યાદા સૅટ કરવાનો અધિકાર અમે અનામત રાખ્યો છે, અને સમય-સમય પર અમારી સંપૂર્ણ વિવેકબુદ્ધિમાં આ મર્યાદાઓ અમે બદલી શકીએ છીએ. અને અમારી અન્ય સેવાઓની જેમ, યાદીનો તમારા ઉપયોગમાં તમારા ઉપકરણ પર જગ્યા લાગી શકે છે અને મોબાઇલ ડેટા દરો લાગી શકે છે.
12. ડેટા ચાર્જ અને મોબાઇલ ફોન
ટેક્સ્ટ-મેસેજિંગ (જેમ કે એસએમએસ, એમએમએસ, અથવા ભવિષ્યમાં આવા પ્રોટોકોલ અથવા ટૅકનોલોજી) અને ડેટા ચાર્જ સહિત અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે તમે કોઈપણ મોબાઇલ દરો માટે જવાબદાર છો. જો તમને ખાતરી હોય કે તે શુલ્ક હોઈ શકે છે, તો તમારે સેવાઓનો ઉપયોગ કરતા પહેલા તમારા સેવા પ્રદાતાને પૂછવું જોઈએ.
અમને તમારો મોબાઇલ ફોન નંબર પૂરો પાડીને, તમે Snap થી પ્રમોશન, તમારું અકાઉન્ટ અને Snap સાથેના તમારા સંબંધો સહિતની સેવાઓ સંબંધિત Snap તરફથી એમએમએસ સંદેશા પ્રાપ્ત કરવા માટે સંમત થાઓ છો. આ એસએમએસ સંદેશાઓ તમારા મોબાઇલ ફોન નંબર પર કરવામાં આવી શકે છે, પછી ભલે તમારો મોબાઇલ ફોન નંબર કોઈપણ પ્રકારની "કૉલ કરશો નહીં" સૂચિ અથવા આંતરરાષ્ટ્રીય સમકક્ષ પર નોંધાયેલ છે.
જો તમે અકાઉન્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા મોબાઇલ ફોન નંબરને બદલો અથવા નિષ્ક્રિય કરો છો, તો તમારે 72 કલાકની અંદર સૅટિંગ મારફતે તમારી અકાઉન્ટ માહિતી અપડેટ કરવી આવશ્યક છે જેથી અમને તમારા માટે બનાવાયેલ સંદેશા બીજા કોઈને મોકલતા અટકાવી શકાય.
13. તૃતીય-પક્ષીય સેવાઓ
કેટલીક સેવાઓ તૃતીય-પક્ષો ("તૃતીય-પક્ષ સામગ્રી") માંથી કન્ટેન્ટ, ડેટા, માહિતી, ઍપ્લિકેશનો, સુવિધાઓ અથવા કન્ટેન્ટ પ્રદર્શિત કરી શકે છે, સમાવી શકે છે અથવા ઉપલબ્ધ કરી શકે છે, અથવા અમુક તૃતીય-પક્ષ વેબસાઇટની લિંક પ્રદાન કરી શકે છે. જો તમે અમારી સેવાઓ દ્વારા ઉપલબ્ધ કરાયેલ કોઈપણ તૃતીય-પક્ષ સામગ્રીનો ઉપયોગ કરો છો (અમે તૃતીય-પક્ષ સાથે સંયુક્ત રીતે ઓફર કરીએ છીએ તે સેવાઓ સહિત), દરેક પક્ષની શરતો તમારી સાથે સંબંધિત પક્ષના સંબંધોનું સંચાલન કરશે. તૃતીય-પક્ષની શરતો અથવા તૃતીય-પક્ષની શરતો હેઠળ લેવામાં આવેલી ક્રિયાઓ માટે Snap અથવા અમારા સહયોગીઓ જવાબદાર અથવા જવાબદાર નથી. આગળ, સેવાઓનો ઉપયોગ કરીને, તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે કન્ટેન્ટ, ચોકસાઈ, સંપૂર્ણતા, ઉપલબ્ધતા, સમયસરતા, માન્યતા, કોપિરાઇટ પાલન, કાયદેસરતા, શિષ્ટતા, ગુણવત્તા અથવા આવા તૃતીય-પક્ષની કન્ટેન્ટ અથવા વેબસાઇટ અન્ય કોઈપણ પાસાની તપાસ અથવા મૂલ્યાંકન માટે Snap જવાબદાર નથી. કોઈપણ ત્રાહિત-પક્ષ સેવાઓ, ત્રાહિત-પક્ષ કન્ટેન્ટ અથવા ત્રાહિત-પક્ષ વેબસાઇટ માટે, અથવા કોઈપણ અન્ય કન્ટેન્ટ, ઉત્પાદનો અથવા તૃતીય-પક્ષોની સેવાઓ માટે તમને અથવા અન્ય કોઈ વ્યક્તિની અમે બાંહેધરી આપતા નથી અથવા સમર્થન આપતા નથી અને ધારતા નથી અને તેની કોઈ જવાબદારી અથવા જવાબદારી રહેશે નહીં. તૃતીય-પક્ષ કન્ટેન્ટ અને અન્ય વેબસાઇટની લિંક ફક્ત તમને સુવિધા તરીકે આપવામાં આવે છે.
14. સેવાઓમાં ફેરફાર અને સમાપ્તિ
અમે અવિરતપણે અમારી સેવાઓ સુધારી રહ્યા છીએ અને બધા સમયે નવી બનાવી રહ્યા છીએ. તેનો અર્થ એ કે અમે સુવિધાઓ, ઉત્પાદનો અથવા વિધેયો ઉમેરી અથવા કાઢી શકીએ છીએ, અને અમે સેવાઓને સ્થગિત અથવા રોકી શકીએ છીએ. અમે આમાંની કોઈપણ ક્રિયા કોઈપણ સમયે કરી શકીએ છીએ, અને જ્યારે અમે કરીશું, ત્યારે અમે તમને અગાઉથી સૂચિત કરવાનો પ્રયાસ કરીશું - પરંતુ આ હંમેશા શક્ય બનશે નહીં.
જ્યારે અમે આશા રાખીએ છીએ કે તમે આજીવન સ્નેપચેટ્ટર રહો છો, તમે કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર તમારા Snapchat અકાઉન્ટને કાઢી નાખીને આ શરતોને સમાપ્ત કરી શકો છો (અથવા, કેટલાક કિસ્સાઓમાં, તમે જે સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છો તેના લાગુ ભાગ સાથે સંકળાયેલ ખાતું).
જો તમે આ શરતો, અમારા કૉમ્યુનિટી માર્ગદર્શિકા અથવા કાયદા, અમારા નિયંત્રણની બહારના કોઈપણ કારણોસર, અથવા કોઈપણ કારણોસર અને અદ્યતન સૂચન વિના, અમે સેવાઓમાં તમારી ઍક્સેસ સમાપ્ત અથવા અસ્થાયી રૂપે સ્થગિત કરી શકીએ છીએ. તેનો અર્થ એ છે કે અમે આ શરતો સમાપ્ત કરી શકીએ છીએ, તમને સેવાઓનો તમામ અથવા કોઈપણ ભાગ આપવાનું બંધ કરી શકીએ છીએ અથવા અમારી સેવાઓનો ઉપયોગ કરવાની તમારી ક્ષમતા પર નવી અથવા વધારાની મર્યાદા લાદી શકીએ છીએ. અને અમે તમને અગાઉથી વાજબી નોટિસ આપવાનો પ્રયત્ન કરીશું, ત્યારે અમે ખાતરી આપી શકતા નથી કે નોટિસ તમામ સંજોગોમાં શક્ય બનેે. ઉદાહરણ તરીકે, અમે લાંબા સમય સુધી નિષ્ક્રિયતાને કારણે તમારું અકાઉન્ટ નિષ્ક્રિય કરી શકીએ છીએ, અને અમે કોઈપણ કારણસર કોઈપણ સમયે તમારા વપરાશકર્તા નામ પર ફરીથી દાવા કરી શકીએ છીએ.
આ શરતો કોણ સમાપ્ત કરે છે તે ધ્યાનમાં લીધા વિના, તમે અને Snap બંને કલમ 3, 4 (કોઈપણ વધારાના નિયમો અને શરતો, તેમની શરતો દ્વારા ટકી રહેશે), અને 6-22 શરતોથી બંધાયેલા રહે છે.
15. વળતર
તમે એ વાત સાથે સહમત થાવ છો કે કાયદા દ્વારા માન્ય હદ સુધી, Snap, અમારા સહયોગીઓ, નિયામકો, અધિકારીઓ, હિસ્સેદારો, કર્મચારીઓ, પરવાનો આપનાર તથા એજન્ટની કોઈપણ અને દરેક પ્રકારની ફરિયાદ, આરોપ, દાવા, વળતરના દાવા, ખર્ચ, જવાબદારીઓ, અને નીચેના સંજોગોમાં ઊભો થયેલો કોઈપણ ખર્ચ (વકીલની ફી સહીત) (ક) અમારી સેવાઓને ઍક્સેસ કરવાથી અથવા વપરાશ કરવાથી થયો હોય; (ખ) તમારી કન્ટેન્ટ, જેમાં તમારી કન્ટેન્ટને લગતા કાયદાભંગના દાવા; (ગ) તમારા દ્વારા આ શરતોનો ભંગ અથવા લાગુ પડતા કાયદા કે નિયમો; અથવા (ઘ) તમારી બેદરકારી કે ઇરાદાપૂર્વકના ગેરઆચરણથી ઊભા થતા હોય તો તમે નુકસાન સામે રક્ષણ આપશો અને બચાવ કરશો તથા જવાબદારીથી મુક્ત ઠેરવશો.
16. અસ્વીકૃતિઓ
અમે અમારી સેવાઓને અવિરત ચાલુ અને કાર્યરત રાખવા તથા પજવણીથી મુક્ત રાખવા સખત પ્રયાસ કરીશું. પરંતુ અમે કોઈ વચન આપતા નથી કે અમે સફળ થઈશું.
આ સેવાઓ "જેમ છે તેમ" અને "ઉપલબ્ધ છે તેમ" અને ઉપર જણાવ્યા મુજબ, કાયદા દ્વારા મંજૂર હોય તે હદ સુધી, કોઈપણ પ્રકારની સીધી કે ગર્ભિત વૉરન્ટી વગર, કોઈપણ પ્રકારની વૉરન્ટી વગર, ખાસ કરીને પ્રત્યક્ષ વૉરન્ટી, સંજોગો તથા અન્ય સંબંધિત બાબતો જેમ કે (i) વેપારીતા, સંતોષકારક ગુણવત્તા, ચોક્કસ હેતુ માટે પાત્રતા, શીર્ષક, પૂર્ણ ભોગવટા, બિન-ઉલ્લંઘન, અથવા (ii) આ અનુબંધથી ઊભા થતા અન્ય સંજોગ. આ ઉપરાંત, જ્યારે Snap ગ્રુપ લિમિટેડ સારો વપરાશકર્તા અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે અમે એવી રજૂઆત નથી કરતા અથવા ખાતરી નથી આપતા: (ક) સેવાઓ હંમેશા સંપૂર્ણ સલામત, ભૂલ-મુક્ત અથવા સમયસર રહેશે; (ખ)સેવાઓ હંમેશા વિલંબ, વિક્ષેપ અથવા અપૂર્ણતા વિના કાર્ય કરશ; અથવા (ગ) કે તમે સેવાઓ દ્વારા પ્રાપ્ત કોઈપણ કન્ટેન્ટ અથવા માહિતી હંમેશા સમયસર અથવા સચોટ હશે.
જો જ્યાં તમે રહો છો તે દેશનો કાયદો આ કલમમાં આપેલ જવાબદારીને નિષેધ રાખવાની અનુમતિ આપતો નથી, તો તે અપવાદો નિષેધની હદ સુધી લાગુ થશે નહિ.
કાયદા દ્વારા મંજૂર હોય હોય તેટલી પૂર્ણ હદે, Snap ગ્રુપ લિમિટેડ, Snap Inc., અને અમારા સહયોગીઓ, તમે, અન્ય વપરાશકર્તા કે તૃતીય-પક્ષ દ્વારા સર્જવામાં આવેલ, અપલોડ કરવામાં આવેલ પોસ્ટ, અથવા અમારી સેવા દ્વારા મોકલવામાં આવેલી, મેળવવામાં આવેલી, જોવામાં આવેલી કે અમારી સેવાઓ પર કે દ્વારા સંગ્રહિત કન્ટેન્ટની જવાબદારી નથી લેતા, તમે એ બાબત સમજો છો કે તમને મર્યાદાભંગ થાય તેવી, ગેરકાયદેસર, ગેરમાર્ગે દોરતી અથવા અન્ય રીતે અયોગ્ય જણાતી કન્ટેન્ટ જોવામાં આવી શકે છે, જેના માટે Snap ગ્રુપ લિમિટેડ, Snap Inc., કે અમારા સહયોગીઓ કોઈપણ જવાબદાર નહિ હોય.
જો તમે રહો છો તે દેશના કાયદા દ્વારા જો જરૂરી હોય તો કન્ટેન્ટને દૂર કરવી પડશે, આ શરતોમાં કોઈ પણ બાબત બાકાત રહેશે નહીં અથવા મર્યાદિત કરશે નહિ.
17. જવાબદારીની મર્યાદા
Snap ગ્રુપ લિમિટેડ, Snap Inc., અને અમારા સહયોગીઓ, નિયામક, અધિકારીઓ, શેરધારકો, કર્મચારીઓ, પરવાનો આપનારા, પુરવઠાકારો અને એજન્ટો કોઈપણ પરોક્ષ, આકસ્મિક, વિશેષ, પરિણામલક્ષી, શિક્ષાત્મક અથવા બહુવિધ નુકસાન અથવા કોઈપણ નફામાં નુકસાન, અથવા આવક, સીધા અથવા પરોક્ષ રીતે ખર્ચ થયો હોય, અથવા ડેટા, ઉપયોગ, સદ્ભાવના અથવા અન્ય માપી ન શકાય તેવા નુકસાન, જેના પરિણામે: (ક) સેવાઓનો ઉપયોગ અથવા સેવાઓનો ઉપયોગ કરવામાં અક્ષમતા; (ખ) તમારા દ્વારા સેવાઓનો વપરાશ અથવા અસમર્થતા માટે જવાબદાર રહેશે નહીં; (ગ) સેવાઓ અથવા તેના દ્વારા અન્ય વપરાશકર્તાઓ અથવા તૃતીય પક્ષોનું આચરણ અથવા કન્ટેન્ટ; અથવા (ઘ) તમારી કન્ટેન્ટની અનધિકૃત ઍક્સેસ, ઉપયોગ અથવા ફેરફાર. Snap ગ્રુપ લિમિટેડ, Snap Inc., અથવા અમારા સહયોગીઓ, અમારી સેવાઓને લગતા કોઈપણ દાવામાં Snap ગ્રુપ લિમિટેડ, Snap Inc., અથવા અમારા સહયોગીઓની કુલ જવાબદારી (ક) €100 યુરો, અને (ખ) Snap ગ્રુપ લિમિટેડ ને ગત 12 મહિના દરમિયાન કોઈપણ સેવા માટે ચૂકવેલી રકમ કરતાં વધુ નહીં હોય.
આ શરતોમાં કંઈપણ (અથવા Snap ગ્રુપ લિમિટેડ, Snap Inc., અથવા અમારા સહયોગીઓ દ્વારા સેવાઓની જોગવાઈના સંદર્ભમાં તમે કોઈપણ અન્ય શરતોને ટાળવા માટે) Snap ગ્રુપ લિમિટેડ, Snap Inc., અથવા અમારા સહયોગીઓની જવાબદારીને બાકાત અથવા મર્યાદિત કરી શકશો નહિ: (અ) મૃત્યુ અથવા વ્યક્તિગત ઇજા તેમના પોતાના ઉદ્દેશથી અથવા બેદરકારીથી ઉદ્ભવતા; (બ) છેતરપિંડી અથવા કપટ ખોટી રીતે રજૂઆત; અથવા (ક) અન્ય કોઇ જવાબદારી હદ સુધી કે આવી જવાબદારી બાકાત અથવા કાયદાના મામલા તરીકે મર્યાદિત કરી શકાતી નથી.
વધુમાં, આ શરતોમાંથી કશું પણ ગ્રાહક તરીકેના તમારા કાયદાકીય અધિકારોને અસર નથી કરતું.
જો જ્યાં તમે રહો છો તે દેશનો કાયદો આ કલમમાં આપેલ જવાબદારી મર્યાદાને અનુમતિ આપતો નથી, તે હદ સુધી મર્યાદા લાગુ થશે નહીં.
18. વિવાદનું સમાધાન અને લવાદ
જો તમને કોઈ ચિંતા હોય તો ચાલો વાત કરીએ. આગળ વધો અને પહેલા અમારો સંપર્ક કરો અને અમે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.
અમારી કેટલીક સેવાઓમા વધારાની શરતો હોઈ શકે છે જે આવી સેવા અથવા તમારા રહેઠાણાંકક્ષેત્ર માટેની ખાસ વિવાદ નિવારણની જોગવાઈઓ ધરાવતી હોય.
જો તમે કોઈ વ્યવસાય વતી સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છો (તમારા વ્યક્તિગત ઉપયોગને બદલે), તો તમે અને Snap ગ્રુપ લિમિટેડ સંમત છો કે કાયદા દ્વારા મંજૂરી આપવામાં આવેલી હદ સુધી, આ શરતો અથવા તેનાથી સંબંધિત અથવા તેનાથી સંબંધિત આપણી વચ્ચેના બધા દાવા અને વિવાદો. સેવાઓનો ઉપયોગ છેવટે આ બંધકર્તા લવાદ દ્વારા LCIA લવાદી નિયમો હેઠળ સમાધાન કરવામાં આવશે, જે આ કલમમાં સંદર્ભ દ્વારા સમાવિષ્ટ થયેલ છે. ત્યાં એક લવાદી હશે (LCIA દ્વારા નિયુક્ત કરવામાં આવશેે), આ લવાદની પ્રક્રિયા લંડનમાં થશે, અને લવાદી અંગ્રેજીમાં કરવામાં આવશે. જો તમે આ કલમ સાથે સહમત થવા માંગતા ન હો, તો તમારે સેવાઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
19. એકમાત્ર સ્થળ
આ શરતો હેઠળ તમે કે Snap અદાલતમાં કેસ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવેલી હદ સુધી, તમે અને Snap બંને સંમત છો કે શરતો અથવા સેવાઓનો ઉપયોગ અથવા તેનાથી સંબંધિત બધા દાવા અને વિવાદો (કરાર અથવા અન્યથા) યુનાઇટેડ કિંગડમની ઇંગ્લૅન્ડની અદાલતોમાં જ કેસ ચલાવો, અપવાદરૂપે તમે જ્યાં રહો ત્યાંના દેશના કાયદા દ્વારા આમ કરવું પ્રતિબંધિત હોય. તમે અને Snap તે અદાલતોના વિશિષ્ટ અધિકારક્ષેત્ર માટે સંમતિ આપો છો.
20. કાયદાની પસંદગી
ઇંગ્લેન્ડ અને વેલ્સના કાયદાઓ આ શરતો અને આ શરતો અથવા તેમના વિષયોમાંથી ઉદ્ભવતા અથવા તેનાથી સંબંધિત કોઈપણ દાવા અને વિવાદો (કરાર, ત્રાસ, અથવા અન્યથા) ને નિયંત્રિત કરે છે. કેટલાક દેશોની અદાલતો આ શરતોથી સંબંધિત કેટલાક વિવાદોમાં ઇંગ્લેન્ડ અને વેલ્સના કાયદા લાગુ કરી શકશે નહીં. જો તમે તેમાંથી કોઈ એક દેશમાં રહેતા હો, તો તમારા દેશના કાયદા તે વિવાદોને લાગુ પડી શકે છે.
21. ગંભીરતા
જો આ શરતોની જોગવાઈનો અમલ થઈ શકે તેમ ન હોવાનું જણાય તો તે જોગવાઈને આ શરતોથી અલગ કરી દેવામાં આવશે અને તેનાથી કોઈ પણ બાકીની જોગવાઈઓની વૈધતા અને લાગુ થઈ શકવાની ક્ષમતા પર પ્રભાવ પડશે નહીં.
22. આખરી શરતો
આ શરતો, વિભાગ 4 માં સંદર્ભિત વધારાની શરતો સહિત, તમારા અને Snap વચ્ચેનો સમગ્ર કરાર બનાવે છે, અને કોઈપણ અગાઉના કરારોથી ઉપર રહે છે. આ શરતો તૃતીય-પક્ષના લાભાન્વિતના કોઈ અધિકારોનું સર્જન કરતી નથી અથવા આવા અધિકારો પ્રદાન કરતી નથી. જો અમે આ શરતોમાંની કોઈ જોગવાઈનો અમલ ન કરીએ તો તેને ત્યાગ ગણવામાં આવશે નહીં. અમે આ શરતો હેઠળ અમારા અધિકારોને સ્થાનાંતરિત કરવાનો અધિકાર અનામત રાખીએ છીએ અને અન્ય સંસ્થાનો ઉપયોગ કરીને સેવાઓ પૂરી પાડીએ છીએ, જો તે સંસ્થા આ શરતોને સમર્થન આપે. તમે અમારી સંમતિ વિના આ શરતો હેઠળના તમારાં કોઈ પણ અધિકારો અથવા બંધનો તબદીલ કરી શકશો નહીં. તમને સ્પષ્ટપણે આપવામાં આવેલ ન હોય એવા બધા અધિકારો અમે સુરક્ષિત રાખીએ છીએ.
અમારો સંપર્ક કરો
Snap ગ્રુપ લિમિટેડ ટિપ્પણીઓ, પ્રશ્નો, ચિંતાઓ અથવા સૂચનોનું સ્વાગત કરે છે. તમે અમારો સંપર્ક કરી શકો છો અથવા આ ઑનલાઇન ફોર્મનો ઉપયોગ કરીને ટેકો મેળવી શકો છો.
યુનાઇટેડ સ્ટેટ્સની બહારની સેવાઓ માટે જવાબદાર કંપનીને Snap ગ્રુપ લિમિટેડ કહેવામાં આવે છે અને તે યુનાઇટેડ કિંગ્ડમમાં 77 Shaftesbury Avenue, London, W1D 5DU, United Kingdom ખાતે સ્થિત છે. નોંધાયેલ કંપની નંબર: 09763672. VAT ID: GB 237218316.